હવે ફ્લાઇટ ટિકિટ કેન્સલ કર્યા વિના ફ્રીમાં બદલી શકો છો મુસાફરીની તારીખ, જાણો કેવી રીતે

હવાઈ યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે. જો તમે ફ્લાઇટ બુક કરાવી છે, પરંતુ અચાનક તમે તે નિશ્ચિત તારીખે મુસાફરી કરી શકતા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે આગલી તારીખે મુસાફરી કરી શકો છો.

હવે ફ્લાઇટ ટિકિટ કેન્સલ કર્યા વિના ફ્રીમાં બદલી શકો છો મુસાફરીની તારીખ, જાણો કેવી રીતે

નવી દિલ્હીઃ SpiceJet Free Date Change Offer: હવાઈ યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે. જો તમે ફ્લાઇટ બુક કરાવી છે, પરંતુ અચાનક તમે તે નિશ્ચિત તારીખે મુસાફરી કરી શકતા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે આગલી તારીખે મુસાફરી કરી શકો છો. અમને જણાવો કે તમે બુક કરેલી ફ્લાઇટ ટિકિટમાં તમારી મુસાફરીની તારીખ કેવી રીતે બદલી શકો છો?

જોકે, ડોમેસ્ટિક એરલાઈન સ્પાઈસજેટ (SpiceJet) એક એવી ઓફર લઈને આવી છે. જેના અંતગર્ત તમે બુક કરેલી ટિકિટમાં તમારી મુસાફરીની તારીખ બદલી શકો છો. આ અંતર્ગત, તમે સ્પાઈસજેટની ફ્રી ડેટ ચેન્જ ઓફર (SpiceJet’s Free Date Change Offer ) ના નામે તમારું નવું બુકિંગ કરાવી શકો છો.

જાણો બુકિંગ ડિટેલ્સ
સ્પાઈસજેટની આ ખાસ ઓફર હેઠળ, તમે 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2022 સુધીની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી શકો છો. આ ઓફર (SpiceJet Free Date Change Offer) હેઠળ તમે 31 માર્ચ 2022 સુધી મુસાફરી કરી શકો છો. આ માટે, તમે સ્પાઇસજેટની વેબસાઇટ પર વિગતવાર માહિતી મેળવી શકો છો. સ્પાઇસજેટની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવવા પર, તમને SpiceMax, પસંદગીની સીટ અને પ્રાથમિકતા સેવા પર 25% છૂટ મળશે. જો તમે ઇચ્છો તો, તમે એરલાઇનની સત્તાવાર વેબસાઇટ http://spicejet.com પર પણ ફ્લાઇટ બુક કરી શકો છો.

આ બાબતોનું રાખો ધ્યાન
આ ઓફર હેઠળ ઘણા નિયમો અને શરતો પણ છે.
- સ્પાઈસજેટની (SpiceJet)  'Free Date Change Offer' હેઠળ, તમારે ફ્લાઈટના પ્રસ્થાનના સમયના ઓછામાં ઓછા 48 કલાક પહેલા ફેરફારની વિનંતી આપવી પડશે.
જો તમે આમ નહીં કરો, તો તમારે તારીખ બદલાવ માટે નક્કી કરાયેલ સામાન્ય ફી ચૂકવવી પડશે.
- આ ઓફર લિમિટેડ સીટો માટે છે.
- આ ઓફર 'પહેલા આવો, પહેલા મેળવો' પેટર્ન પર લાગુ છે.

સ્પાઇસજેટે મુસાફરોને કર્યા એલર્ટ
તમને જણાવી દઈએ કે સ્થાનિક એરલાઈન સ્પાઈસજેટે ખરાબ હવામાનને લઈને ઘણા એરપોર્ટના મુસાફરો માટે એલર્ટ જાહેર કર્યું છે. ધર્મશાલા, દિલ્હી, દરભંગા, શ્રીનગર એરપોર્ટ માટે પેસેન્જરોને એલર્ટ જારી કરતી વખતે એરલાઈને કહ્યું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઈટના આગમન અને પ્રસ્થાનમાં ફેરફાર થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મુસાફરોએ ઘર છોડતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ ચેક કર્યા પછી જ નીકળી જવું જોઈએ. આ સિવાય અજમેર, પટના અને રાજકોટ માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news