Stock Market Update: સતત બીજા દિવસે શેર બજારમાં તેજી, સેંસેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો

ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સારા સમાચારોના દમ પર સ્થાનિક શેર બજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. મંગળવારે સવારે સેંસેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાન પર કારોબાર શરૂ કર્યો હતો. કારોબારી સત્રની શરૂઆતમાં સેંસેક્સ 299.76 પોઇન્ટની તેજી સાથે 51,897.60 પર ખુલ્યો હતો. 

Stock Market Update: સતત બીજા દિવસે શેર બજારમાં તેજી, સેંસેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો

Stock Market Updates: ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સારા સમાચારોના દમ પર સ્થાનિક શેર બજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. મંગળવારે સવારે સેંસેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાન પર કારોબાર શરૂ કર્યો હતો. કારોબારી સત્રની શરૂઆતમાં સેંસેક્સ 299.76 પોઇન્ટની તેજી સાથે 51,897.60 પર ખુલ્યો હતો, તો બીજી તરફ નિફ્ટી 95 પોઇન્ટની તેજી સાથે 15,455.95 પર ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેંસેક્સના 30માંથી 27 શેર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતાં જોવા મળ્યા હતા. 

બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં સારા સંકેત જોવા મળ્યા હતા. અમેરિકન બજાર સોમવારે ટ્રેડિંગ સેશનના બંધ રહ્યું પરંતુ ડાઓ ફ્યૂચર્સમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ S&P 500 અને નેસ્ડેક ફ્યૂચર્સ પણ 1% થી વધુ તેજી જોવા મળી. આ ઉપરાંત એશિયાઇ બજારોની સારી શરૂઆત થઇ હતી. 

આ પહેલાં સોમવારે શેર બજારમાં સોમવારે સતત છ દિવસથી ચાલી રહેલા ઘટાડા પર રોક લાગી હતી. અઠવાડિયા પહેલાં કારોબારી દિવસ ઉતાર-ચઢાવ વચ્ચે સેંસેક્સ 237 પોઇન્ટની તેજી સાથે બંધ થયો. 30 શેર પર આધારિત બીએસઇ સેંસેક્સ 237.42 પોઇન્ટની બઢત સાથે 51,597.84 પોઇન્ટ પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 56.65 પોઇન્ટની તેજી સાથે 15,350.15 પોઇન્ટ પર બંધ થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news