શેર બજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 157 પોઈન્ટ તો નિફ્ટીમાં 50 પોઈન્ટનો ઉછાળો
Trending Photos
કારોબારી સત્રના ચોથા દિવસે ગુરૂવારે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 157.34 પોઈન્ટ એટલે કે 0.44 ટકાના વધારા સાથે 35,807.28 પર બંધ થયું હતું. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY 49.95 પોઈન્ટ એટલે કે 0.47 ટકાના વધારા સાથે 10,779.80 પર બંધ થયો હતો.
શેરબજારમાં કારોબારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. 30 શેરોવાળા સેન્સેક્સ 352.17 (0.99%) પોઈન્ટની તેજી સાથે 36,002.11 અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 88.05 (0.82%) પોઈન્ટની વૃદ્ધિની સાથે 10,817.90 પર ખુલ્યો હતો.
બીએસઇના શેરોમાં તેજી આવી તો 13 કંપનીના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ એનએસઇ પર 27 કંપનીઓના શેરોમાં લેવાલી, જ્યારે 23 કંપનીઓના શેરોમાં વેચાવલી નોંધાઇ હતી.
બીએસઇ પર રિલાયન્સના શેરોમાં 2.10 ટકા, ઇન્ફોસિસમાં 1.98 ટકા, એનટીપીસીમાં 1.68 ટકા, ઓએનજીસીમાં 1.67 ટકા અને હિંદુસ્તાન યૂનિલીવરના શેરોમાં 1.55 ટકાની તેજી જોવા મળી હતી. તો બીજી તરફ ટાટા મોટર્સ ડીવીઆરના શેરોમાં 2.09 ટકા, હીરોમોટોકોર્પમાં 1.85 ટકા, ભારતી એરટેલમાં 1.51 ટકા, ટાટા મોટર્સમાં 1.23 ટકા અને ટાટા સ્ટીલના શેરોમાં 1.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એનએસઇ પર અદાની પોર્ટ્સના શેરોમાં 2.24 ટકા, મહિંદ્વામાં 2.21 ટકા, ઇંફ્રાટેલમાં 2.06 ટકા, ઝી લિમિટેડમાં 2.03 ટકા અને ઇન્ફોસિસના શેરોમાં 1.91 ટકાની તેજી જોવા મળી હતી. તો બીજી તરફ બીપીસીએલમાં 2.01 ટકા, ટાટા મોટર્સમાં 1.67 ટકા, હીરો મોટોકોર્પમાં 1.46 ટકા, ભારતી એરટેલમાં 1.37 ટકા અને ટાટ સ્ટીલમાં 1.35 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે