બજેટથી શેર બજારમાં નિરાશા, સેન્સેકસમાં 450 પોઈન્ટનો ઘટાડો

બજેટ રજૂ થાય તે પહેલા સેંસેક્સ 83.93 પોઇન્ટના વધારા સાથે 36048.95 અને નિફ્ટી 17.20 પોઇન્ટના વધારા સાથે 11044.90 પર ખુલ્યો હતો. પરંતુ બજેટ રજૂ થયા બાદ સેંસેક્સ 450 પોઇન્ટ ડાઉન થયો હતો.
બજેટથી શેર બજારમાં નિરાશા, સેન્સેકસમાં 450 પોઈન્ટનો ઘટાડો

અમદાવાદ: બજેટ રજૂ થાય તે પહેલા સેંસેક્સ 83.93 પોઇન્ટના વધારા સાથે 36048.95 અને નિફ્ટી 17.20 પોઇન્ટના વધારા સાથે 11044.90 પર ખુલ્યો હતો. પરંતુ બજેટ રજૂ થયા બાદ સેંસેક્સ 450 પોઇન્ટ ડાઉન થયો હતો.

 

— Indian Stock Market (@IndianShares) February 1, 2018

પરંતુ ગત વર્ષના આંકડા પર નજર નાખીએ તો ખબર પડે છે કે બજેટવાળા દિવસે શેર  બજારમાં ભારે ઉતાર-ચઢાવ થતો રહે છે. ગત ચાર બજેટમાં બે વખત ઉછાળો રહ્યો, તો બે વાર શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. બજેટના એક મહિના પહેલાં શેર બજારની સ્થિતિની વાત કરીએ તો ગત 13 વર્ષોમાં આ માર્કેટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ગત એક મહિનામાં શેર બજારમાં 5.3 ટકાનો વધારો નોંધાયો છે. 

— ANI (@ANI) February 1, 2018

બેંકીંગ, ઓટો, આઇટી, પીએસયૂ, બેંક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, કંજ્યુમર ડ્યૂરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં ખરીદી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 0.4 ટકાની મજબૂતી સાથે 27,477ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જો કે ફાર્મા શેરોમાં વેચાવલી જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news