આરબીઆઇની પોલિસી પહેલાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો

જાણકારોના અનુસાર ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી તેજી આવતાં અને રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષા મીટિંગના પરિણામ આવે તે પહેલાં રોકાણકારોનું વલણ સાવધાનીભર્યું રહ્યું છે, જેથી બજારમાં નકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે.

આરબીઆઇની પોલિસી પહેલાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો

કારોબારી સત્રના ત્રીજા દિવસે બુધવારે શેર બજારની નરમાઇ સાથે શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -224.91 પોઈન્ટના ઘટાડા સાથે 35,909.40 પર ખૂલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY  -75.10 પોઈન્ટના ઘટાડા સાથે 10,794.40 પર ખુલ્યો. 

કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. બીએસઇના 31 કંપનીઓના શેરો પર આધારીત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 49.48 પોઈન્ટની તેજી સાથે 36,241 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેરો પર આધારીત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 3.35 પોઈન્ટના સામાન્ય ઉછાળ્યા સાથે ખુલ્યો હતો. જ્યારે મંગળવારે સેન્સેક્સ 106.69 ના ઘટડા સાથે 36,134.31 અને નિફ્ટી 14.25 પોઈન્ટ ઘટીને 10,869.50 પર બંધ થયો હતો. 

જાણકારોના અનુસાર ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી તેજી આવતાં અને રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષા મીટિંગના પરિણામ આવે તે પહેલાં રોકાણકારોનું વલણ સાવધાનીભર્યું રહ્યું છે, જેથી બજારમાં નકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમેરિકા-ચીનના વેપારના તણાવને લઇને છવાયેલી અનિશ્વિતતાથી વૈશ્વિક બજારોમાં નબળા સંકેતની અસર પણ ઘરેલૂ બજાર પર પડી રહી છે. 

સવારે 9:35 વાગે સેન્સેક્સમાં 227 પોઈન્ટ સુધીનો ઘટાડો હતો તો નિફ્ટી 10800થી નીચે જતો રહ્યો હતો. સેન્સેક્સ પર ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એશિયન પેંટ્સ અને સ્ટેટ બેંકને બાદ કરતાં બધા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

તો બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો આઇઓસી, હિંદુસ્તાન પેટ્રોલીયમ, બીપીસીએલ, ઓનજીસીના શેરોમાં વૃદ્ધિ હતી તો ઇંડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, હિંડાલકો, ટાટા મોટર્સ, ટાઇટન, જેસડબ્લ્યૂ સ્ટીલના શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news