2004માં લોકસભા ભાજપની સરકાર આવી હોત તો કાશ્મીર વિવાદ ઉકલી ગયો હોત: ઇમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને કહ્યું હતું કે, જો ભાજપ 2004ની લોકસભા ચૂંટણી જીતી જાય તો કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવી શકાય તેમ છે

2004માં લોકસભા ભાજપની સરકાર આવી હોત તો કાશ્મીર વિવાદ ઉકલી ગયો હોત: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે શું થઇ શકે તે મુદ્દે એક નવો જ ખઉલાસો કર્યો છે. ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર મુદ્દાને યુદ્ધથી નહી પરંતુ આંતરિક સંમતીથી ઉકેલી શકાય તેમ છે. તેમણે કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બહારી વાજપેયીએ તેમને કહ્યું હતું કે જો 2004માં લોકસભા ચૂંટણી જીતી ગયા હોત તો કાશ્મીર મુદ્દાનો ઉકેલ અત્યાર સુધી આવી ચુક્યો હોત.

કાશ્મીર વિવાદ મુદ્દે બંન્ને દેશો ખુબ જ નજીક 
પાકિસ્તાનનાં સ્થાનીક મીડિયા સાથેની વાતચીત કરતા ઇમરાને કહ્યું કે, માત્ર અટલ બિહારી વાજપેયીની જ નહી પરંતુ પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહનું પણ મંતવ્ય હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને વિદેશ મંત્રીની વાત સાંભળ્યા બાદ તો એવું જ લાગતું હતું કે તેઓ કાશ્મીર સમસ્યાનાં ઉકેલની ખુબ જ નજીક હતા. ઇમરાન ખાને કહ્યું કે, વાતચીત વગર કાશ્મીર પર કોઇ પ્રકારનું સમાધાનનાં વિકલ્પ અંગે ચર્ચા થઇ શકે નહી. તેમણે કહ્યું કે, કાશ્મરી મુદ્દાનો ઉકેલ માત્ર અટલ બિહારી વાજપેયી જ કાઢી શકે છે. 

વારાણસી સંકટ મોચન મંદિરને 2006 કરતા પણ શક્તિશાળી વિસ્ફોટ કરી ઉડાવી દેવાની ધમકી...
કાશ્મીર સમસ્યાનાં ઉકેલ માટે બે-ત્રણ વિકલ્પ
જ્યારે ખાને કાશ્મીર સમસ્યાનાં ઉકેલ માટે ફોર્મ્યુલા અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેની પાસે બે-ત્રણ વિકલ્પ છે જેના પર ચર્ચા થવાની છે. જો કે તેમણે આ અંગે વધારે માહિતી આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે, આ અંગે વધારે જણાવવું હાલ ખુબ જ ઉતાવળ કહેવાશે. ભારત સાથે સંભવિત કોઇ યુદ્ધની સંભાવનાને ફગાવતા તેણે કહ્યું કે, બે પરમાણુ સંપન્ને દેશ લડાઇ લડી શકે નહી કારણ કે તેનાં ગંભીર પરિણામો હોય છે. 

પાડોશી દેશો સાથે શાંતિપુર્ણ સંબંધો ઇચ્છે છે પાકિસ્તાન
ઇમરાન ખાને જણાવ્યું કે, પાકિસ્તાન પોતાનાં પાડોશી દેશો સાથે શાંતિપુર્ણ સંબંધો બનાવવાનું પક્ષધર છે. પાકિસ્તાની વડાપ્રધાને દાવો કર્યો કે ભારત વાતચીત માટે તૈયાર નથી કારણ કે ત્યાં લોકસભા ચૂંટણી થવાની છે. અમેરિકા સહિત વિદેશી નીતિ મુદ્દે સેનાની ભુમિકા અંગે તેમણે કહ્યું કે, જ્યારે પણ સુરક્ષાનો મુદ્દો હોય છે તો સેના પાસેથી સલાહ લેવામાં આવે છે. પાકિસ્તાનમાં સેના અને સરકાર એક સાથે છે અને હાલ તેમને લશ્કરનો સપોર્ટ પણ પ્રાપ્ત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news