શેરબજારની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સમાં નજીવોનો સુધારો
Trending Photos
કારોબારી સત્રના અંતિમ દિવસે શુક્રવારે શેર બજારની સકારાત્મક શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ +5.95 પોઈન્ટના વધારા સાથે 36,437.62 પર ખૂલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY 4.90 પોઈન્ટના વધારા સાથે 10,956.60 પર ખુલ્યો હતો.
ગુરૂવારે અમેરિકામાં ફેડરલ રિઝર્વના વ્યાજ દર વધ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીનું વલણ બદલાતાં સ્થાનિક શેર માર્કેટમાં 7 દિવસોની તેજી પર લગામ લાગી ગઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 250 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જોકે તેણે પછી ઘટાડાને થોડી હદ સુધી ઓછો કર્યો અને કારોબારની સમાપ્તિ પર સેન્સેક્સ 52.66 પોઈન્ટ એટલે કે 0.14 ટકાની નરમાઇ સાથે 36,431.67 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 15.60 પોઈન્ટ એટલે કે 0.14 ટકા ઘટીને 10,951.70 પોઈન્ટ પર બંધ થયો હતો.
અમેરિકામાં ફેડરલ રિઝર્વે આ વર્ષે ચોથીવાર મુખ્ય વ્યાજ દર વધારવાની જાહેરાત કરી દીધી. અમેરિકામાં હવે વ્યાજદર 2008 બાદ ટોચના સ્તર પર છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજી અટકાઇ ગઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે