ફેડ રિઝર્વના નિર્ણયથી શેર બજાર ઝૂમી ઉઠ્યું, 70000 ને પાર સેન્સેક્સ

Share Market: યુએસ ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પછી ડાઉ જોન્સ 37000ને પાર કરી ગયો. તેની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે.

ફેડ રિઝર્વના નિર્ણયથી શેર બજાર ઝૂમી ઉઠ્યું, 70000 ને પાર સેન્સેક્સ

Stock Market Opening: ભારતીય શેરબજાર તાજેતરમાં વિક્રમી સ્તરે પહોંચ્યા બાદ બજાર કરેક્શનના મૂડમાં ઓછું જણાય છે. ભલે બુધવારે બજાર લાલ નિશાન સાથે શરૂ થયું, પરંતુ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં તે લીલા નિશાન સાથે બંધ થયું હતું. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 34 પોઈન્ટના મામૂલી વધારા સાથે 69,584.60 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 19.95 પોઈન્ટના વધારા સાથે 20,926.35 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ, યુએસ ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પછી ડાઉ જોન્સ 37000ને પાર કરી ગયો. તેની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી શકે છે અને બજાર નવો રેકોર્ડ બનાવી શકે છે. બિઝનેસ સંબંધિત મોટા સમાચાર માટે ઝી ન્યૂઝ સાથે રહો-

સેન્સેક્સે ફરી બનાવ્યો રેકોર્ડ 
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવતા અને વૈશ્વિક બજારમાં ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. ટ્રેડિંગ સેશનની શરૂઆત 30 પોઈન્ટની સાથે સેન્સેક્સ 70000ને પાર કરી હતી. શરૂઆતમાં, સેન્સેક્સમાં 550 પોઈન્ટનો વધારો જોવા મળ્યો અને 70,146.09 પોઈન્ટ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ પણ 21,110 પોઈન્ટની સપાટીએ 21000ની પાર ખુલ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પણ 70,381 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news