Success Story: 9 વાર નિષ્ફળતા છતાં આ બિઝનેસમેને હાર ન માની, દોઢ લાખ કરોડની કંપની ઉભી કરી
Vedanta Group Founder: અનિલ અગ્રવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પર બિઝનેસ દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા છે. તેમણે લખ્યું- 'એક વ્યક્તિ જે ક્યારેય કૉલેજ નથી ગયો, તેને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓને સંબોધવા માટે બોલાવવામાં આવ્યો છે. જ્યાં એમને કહ્યું કે સપનાં માટે કંઈ પણ અશક્ય નથી.
Trending Photos
Success Story : આજે બિઝનેસના ક્ષેત્રમાં જોવા મળતા તમામ મોટા નામોની સફળતા પાછળનો સંઘર્ષ બોલિવૂડની મસાલા સ્ટોરીથી ઓછો નથી. આવા જ એક ઉદ્યોગપતિ પટનાના એક નાનકડા પરિવારમાંથી બહાર આવ્યા હતા. જે ક્યારેય કૉલેજમાં ગયા નથી કે બિઝનેસનો અભ્યાસ કર્યો નથી. આજે તેમનું નામ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલું છે.
વિશ્વના આ 10 દેશોમાં સૌથી વધુ મળે છે કર્મચારીઓને પગાર, કરોડપતિ થઈ જશો
Chankya Neeti: જોજો કોઇની સાથે શેર ન કરતા આ 3 વાતો, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો
2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી
Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ
એક સફળ ઉદ્યોગપતિની વાર્તા હંમેશા લોકોને પ્રેરણા આપે છે. સફળતાની આ સફર જેટલી મુશ્કેલ છે, વાર્તા એટલી જ પ્રેરણાદાયી લાગે છે. ભારતીય ઉદ્યોગમાં પણ એક એવું નામ છે, જેની સફળતાની સફર આસાન રહી નથી. એક-બે નહીં, તે 9 વખત બિઝનેસમાં નિષ્ફળ ગયા. તણાવ એટલો વધી ગયો કે તેને ડિપ્રેશનનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ હાર ન માની. આજે તે 1.5 લાખ કરોડ રૂપિયાની કંપની સંભાળી રહ્યા છે. એટલું જ નહીં ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્ટુડન્ટ્સને સંબોધવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા.
Rain Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જારી કર્યું 'રેડ એલર્ટ
ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ
જોકે અમે વાત કરી રહ્યા છીએ વેદાંત રિસોર્સ લિમિટેડના (Vedanta Resources Limited) ચેરમેન અનિલ અગ્રવાલની (Anil Agarwal) . તેમને તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'તમારા સપનાનો પીછો કેવી રીતે કરવો' વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. પટનાના મારવાડી પરિવારમાં જન્મેલા અનિલ અગ્રવાલનું શરૂઆતથી જ પોતાનો બિઝનેસ મોટો બનાવવાનું સપનું હતું. 19 વર્ષની ઉંમરે, તેઓ તેમના પિતાનો વ્યવસાય છોડીને મુંબઈ આવ્યા અને પોતાના માટે નવી તકો શોધવા લાગ્યા.
PM મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની નેટવર્થમાં 8,16,31,64,07,500 રૂ.નો ઉછાળો
સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો
બસ 3 દિવસ અને 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર
'કબાડી'નું કામ શરૂ કર્યું
આજે અનિલ અગ્રવાલે ખાણકામ ઉદ્યોગપતિ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે, તેમણે વર્ષ 1970માં જંક (સ્ક્રેપ ડીલર) ખરીદવાનું શરૂ કર્યું હતું. તેમણે કેમ્બ્રિજમાં વિદ્યાર્થીને કહ્યું કે 20 થી 30 વર્ષની ઉંમરે મેં ઘણો સંઘર્ષ કર્યો. આ દરમિયાન હું મારા બિઝનેસમાં 9 વખત નિષ્ફળ ગયો અને પછી મને પહેલી સફળતા મળી. આ પછી મેં પાછું વળીને જોયું નથી અને મારા માટે નવા રસ્તાઓ બનાવતો રહ્યો.
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત
ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા
શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી
ટ્વિટર પર અનુભવ શેર કર્યો
અનિલ અગ્રવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પર બિઝનેસ દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા છે. તેમણે લખ્યું- 'એક વ્યક્તિ જે ક્યારેય કૉલેજ નથી ગયો, તેને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓને સંબોધવા માટે બોલાવવામાં આવ્યો છે. જ્યાં એમને કહ્યું કે સપનાં માટે કંઈ પણ અશક્ય નથી.
જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
આજે તે હજારો કરોડોના માલિક
સોશિયલ મીડિયા પર અનિલ અગ્રવાલને ફોલો કરનારા લોકોની કોઈ કમી નથી. લોકો તેમની પ્રેરણાત્મક પોસ્ટને ખૂબ પસંદ કરે છે. ટ્વિટર પર તેમના લગભગ 1.63 લાખ ફોલોઅર્સ છે. ફોર્બ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 16,000 કરોડ રૂપિયા છે. જો તેમના પરિવારની કુલ સંપત્તિ જોવામાં આવે તો તે 32 હજાર કરોડ રૂપિયા આવે છે. હાલમાં તેમનું વેદાંત ગ્રુપ 1,48,729 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે