4200 રૂપિયા સુધી જશે ટાટાનો આ શેર! એક્સપર્ટે કહ્યું-ખરીદશો તો નફો થશે, કંપનીને 1040 કરોડનો પ્રોફિટ

ટાટા ગ્રુપની આ કંપનીના શેર આજે 2.3 ટકા ચડી ગયા. કંપનીના શેર 3712.35 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા. શેરોમાં આવેલી આ તેજીનું કારણ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર  થયા. 

4200 રૂપિયા સુધી જશે ટાટાનો આ શેર! એક્સપર્ટે કહ્યું-ખરીદશો તો નફો થશે, કંપનીને 1040 કરોડનો પ્રોફિટ

ટાટા ગ્રુપની આ કંપનીના શેર આજે 2.3 ટકા ચડી ગયા. કંપનીના શેર 3712.35 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા. શેરોમાં આવેલી આ તેજીનું કારણ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર  થયા. ટાઈટન કંપનીએ નાણાકીય વર્ષ 2024ના ડિસેમ્બર ત્રિમાસિકમાં 1040 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કર્યો. જે ગત વર્ષ આ જ સમયગાળામાં 951 કરોડના પ્રોફિટથી 9.4 ટકા વધુ છે. જ્યારે ઓપરેશનથી કંપનીનો ખજાનો વાર્ષિક આધારે 10875 કરોડથી 20 ટકા વધીને 13052 કરોડ થયો. 

શું છે ડિટેલ
ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત ત્રિમાસિક દરમિયાન એબિટાથી પહેલાની કમાણી 905 ટકા વધીને 1330 કરોડ રૂપિયાથી 1457 કરોડ રૂપિયા થઈ ગઈ.એબિટા માર્જિન 100 આધાર આંક (બીપીએસ) ઘટીને 11.2 ટકા થઈ ગઈ. ત્રિમાસિક દરમિાયન જ્વેલરી સેગ્મેન્ટની કુલ આવક Q3FY23 થી 23 ટકા વધીને 11709 કરોડ રૂપિયા થઈ ગઈ. આ સમયગાળામાં ભારતનો કારોબાર 21 ટકા વધ્યો. ત્રિમાસિક દરમિયાન ટાઈટનની કંપની તનિષ્કે ભારતમાં 18 સ્ટોર ખોલ્યા જ્યારે મિયાએ 16 નવા સ્ટોર ખોલ્યા. કંપનીએ કહ્યું કે ઘરેલુ નેટવર્કમાં હવે તનિષ્કના 453 સ્ટોર, મિયાના 161 સ્ટોર અને ઝોયાના 8 સ્ટોર છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં એનાલોગ ઘડીઓનું રાજસ્વ 810 કરોડમાં 18ટકાનો વધારો થયો. તથા વિયરેબલ્સ પોર્ટફોલિયોના ખજાનામાં ક્રમશ: 65 ટકાથી વધીને 136 કરોડ રૂપિયા થઈ ગયો. 

એક્સપર્ટનો મત
નુવામા ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટિઝે સ્ટોક પર બાય રેટિંગ યથાવત રાખ્યો છે અને ટાર્ગેટ પ્રાઈસને પહેલાના 3795 રૂપિયાથી વધારીને 4106 રૂપિયા પ્રતિ શેર કર્યો છે. એન્ટીક સ્ટોક બ્રોકિંગે ટાઈટનના શેર ટાર્ગેટ પ્રાઈસ 4092 થી વધારીને 4100 રૂપિયા કર્યો છે અને તેના પર બાયની રેટિંગ આપી છે. મોતીલાલ ઓસવાલે આ શેર પર 4200ના ટાર્ગેટ પ્રાઈસ સાથે બાય રેટિંગ આપ્યું છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news