હજુ પણ બેરોજગારી દર 24 ટકા, આગળ પણ શ્રમિકો માટે મુશ્કેલીભર્યા દિવસોઃ CMIE
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) અનુસાર 17 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24 ટકા કર્યો છે. CMIEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થાને સુધારવામાં ઘણો સમય લાગી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ લૉકડાઉન દરમિયાન દેશમાં બેરોજગારીનો દર મોટી ઉંચાઈ પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) અનુસાર 17 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24 ટકા કર્યો છે. CMIEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થાને સુધારવામાં ઘણો સમય લાગી શકે છે અને શ્રમિકો માટે આવનારા દિવસો મુશ્કેલી ભર્યા રહેશે.
લૉકડાઉનમાં ઢીલની ખાસ અસર નહીં
CMIEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 17 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં બેરોજગારીનો દર 24 ટકા રહ્યો છે. જે લગભગ એપ્રિલ જેવો છે. તેનો મતલબ છે કે 20 એપ્રિલથી લૉકડાઉનમાં થોડી ઢીલ અપાયા બાદ પણ બેરોજગારી દર પર ખાસ અસર પડી નથી. પરંતુ ઢીલની શ્રમ ભાગીદારી પર જરૂર થોડી અસર પડી છે. તેમાં વધારો થયો છે જે 26 એપ્રિલના સપ્તાહમાં અત્યાર સુધીના સૌથી નિચલા સ્તર 35.2 ટકા સુધી પહોંચી ગઈ હતી. 17 મેના સપ્તાહમાં તે વધીને 38.8 ટકા સુધી પહોંચી છે.
તેવી આશા છે કે ટ્રાન્સપોર્ટ સેવાઓ શરૂ થયા બાદ કેટલિક આર્થિક ગતિવિધિઓ વધશે. ઉંચી બેરોજગારીનો મતલબ તે છે કે મોટી સંખ્યામાં શ્રમિકો કામની શોધમાં છે, પરંતુ તેને કામ મળી રહ્યું નથી. શ્રમ ભાગીદારીમાં ઘટાડાનો મતલબ તે થાય છે કે ઓછા લોકો કામ કરવા ઇચ્છુક છે.
ભારતે ચાર મહિના બાદ મલેશિયાથી શરૂ કરી પામ તેલની આયાત, આ છે કારણ
બેરોજગારીએ બનાવ્યો હતો રેકોર્ડ
કોરોના સંકટ અને લૉકડાઉનને કારણે ભારતમાં લોકોના રોજગારમાં મોટો ઘટાડો થયો છે. આ પહેલા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર, 3 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં બેરોજગારી વધીને રેકોર્ડ 27.11 ટકા સુધી પહોંચી ગઈ હતી. એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ બેરોજગાર થઈ ગયો હતો. આ દેશમાં અત્યાર સુધીનો સૌથી વધુ બેરોજગારી દર હતો.
અર્થવ્યવસ્થા રહી ઠપ્પ
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. લૉકડાઉનના ત્રીજા તબક્કામાં છૂટ છતાં ઉદ્યોગો સારી રીતે ચાલી રહ્યાં નથી. મોટા શહેરોમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂર હજુ પણ પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે