UPI થી કરી રહ્યા છે મોટાભાગના લોકો ઓનલાઇન પેમેન્ટ, જાણો કેટલા રૂપિયાની લેણદેણનો બનાવ્યો રેકોર્ડ

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI)ના આંકડા અનુસાર એકિકૃત ચૂકવણી (યૂપીઆઇ) પર ચૂકવણી જૂનમાં રેકોર્ડ 1.34 અરબ લેણદેણ સુધી પહોંચી ગઇ છે. આ દરમિયાન લગભગ 2.62 લાખ કરોડ રૂપિયાની લેણદેણ થઇ છે. 

UPI થી કરી રહ્યા છે મોટાભાગના લોકો ઓનલાઇન પેમેન્ટ, જાણો કેટલા રૂપિયાની લેણદેણનો બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનમાં લોકોએ કરન્સીનો ઉપયોગ ખૂબ ઓછો કર્યો છે. આ દરમિયાન દેશમાં મોટાભાગના લોકોએ કોઇપણ ચૂકવણી માટે ઓનલાઇન પેમેન્ટરનો સહારો લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ (UPI)થી લેણદેણમાં જોરદાર વધારો થયો છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI)ના આંકડા અનુસાર એકિકૃત ચૂકવણી (યૂપીઆઇ) પર ચૂકવણી જૂનમાં રેકોર્ડ 1.34 અરબ લેણદેણ સુધી પહોંચી ગઇ છે. આ દરમિયાન લગભગ 2.62 લાખ કરોડ રૂપિયાની લેણદેણ થઇ છે. 

આંકડા અનુસાર મે 2020ના 1.23 અરબ લેણદેણના મુકાબલે જૂનમાં 8.94 ટકાનો વધારો થયો છે. આ પહેલાં એપ્રિલમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનમાં યૂપીઆઇ લેણદેણ ઘટીને 99.95 કરોડ રહી ગઇ હતી અને આ દરમિયાન કુલ 1.51 લાખ કરોડ રૂપિયાની લેણદેણ થઇ હતી. 

અર્થવ્યવસ્થાને ખોલ્યા બાદ ઓનલાઇન ચૂકવણીમાં મેથી ધીરે-ધીરે વધારો થયો. એનપીસીઆઇના આંકડાના અનુસાર મે મહિનામાં લેણદેણની સંખ્યા 1.23 અરબ હતી, જેની કિંમત 2.18 લાખ કરોડ રૂપિયા હતી. ત્યારબાદ જૂનમાં લેણદેણની સંખ્યા અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે. 

ભારતમાં છૂટક ચૂકવણી અને નિકાલ સિસ્ટમના સંચાલનને એક છત્રી નીચે લાવવા માટે એનપીસીઆઇની રચના 2008માં કરવામાં આવી હતી. તેનાથી દેશમાં એક મજબૂત ચૂકવણી અને નિકાલ માટે માળખું તૈયાર કર્યું છે. 

એનપીસી રૂપે કાર્ડ, તાત્કાલિક ચૂકવણી સેવા (આઇએમપીએસ), યૂપીઆઇ, ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ), ભીમ આધાર, નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (એનટીજી ફાસ્ટટૈગ) અને ભારત બિલપે જેવા છૂટક વેચાણના માધ્યમની સુવિધા પુરી પાડવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news