પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે Vivo S1

પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે Vivo S1

Vivo તાજેતરમાં જ ભારતમાં Vivo V15 અને V15 Pro સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. હવે સમાચાર મળ્યા છે કે કંપનીએ પોતાના નવા Vivo S1 સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Vivo S1 ને પહેલાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ તેને ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. 

Vivo S1 ખાસ વાત એ હશે કે તેમાં બેકમાં ટ્રિપલ-લેંસ કેમેરા સેટઅપ સાથે પોપ-અપ સેલ્ફી કેમેરા પણ મળશે. Vivo S1 ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીવો પર લીક થયો અને રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત ચીનમાં CNY 2,000 (લગભગ 21,000 રૂપિયા) હશે. 

આ સ્માર્ટફોનની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 19.5:9 રેશ્યો સાથે 6.53- ઇંચ ફૂલ HD+ IPS ડિસ્પ્લે આપવામાં આવશે. તેમાં 6GB રેમ સાથે MediaTek Helio P70 પ્રોસેસર આપવાની વાત સામે આવી છે. આ તે જ પ્રોસેસર છે જેને સૌથી પહેલાં Realme U1 સ્માર્ટફોનમાં આપવામાં આવ્યું હતું. પછી કંપનીએ તેને Realme 3 માં પણ આપ્યું છે અને બંને સ્માર્ટફોન્સ બજેટ સ્માર્ટફોન્સ છે.

રિપોર્ટ્સ અનુસાર Vivo S1 ની ઇન્ટરનલ મેમરી 128GBની હશે. લીક તસવીરોના અનુસાર S1 વીવો V15 Pro ની માફક દેખાશે. S1 માં 24.8 મેગાપિક્સલ પોપ અપ સેલ્ફી કેમેરા આપવાની આશા છે. તો તેના બેકમાં ટ્રિપલ-લેંસ સેટઅપ આપવામાં આવી શકે છે. તેમાં 12 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના કેમેરા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત તમને જણાવી દઇએ કે વીવોએ તાજેતરમાં જ ભારતમાં V15 Pro ને લોન્ચ કર્યો હતો. આ ભારતમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 675ની સાથે ભારતમાં લોન્ચ થનાર પહેલો સ્માર્ટફોન છે. તેની ખાસ વાત એ છે કે 32 મેગાપિક્સલ પોપ-અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેની કિંમત 28,990 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news