BOX OFFICE પર 'હાઉસફૂલ 4' ફિલ્મે મચાવી ધમાલ, પ્રથમ દિવસે આટલી કરી કમાણી

બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફૂલ 4 (Housefull 4) ગઈ કાલે 25મી ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષયકુમારની સાથે કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાની નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સહનિર્મિત છે. 
BOX OFFICE પર 'હાઉસફૂલ 4' ફિલ્મે મચાવી ધમાલ, પ્રથમ દિવસે આટલી કરી કમાણી

નવી દિલ્હી: બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફૂલ 4 (Housefull 4) ગઈ કાલે 25મી ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષયકુમારની સાથે કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાની નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સહનિર્મિત છે. 

FILM REVIEW: हंस-हंसकर लोटपोट कर देने वाली फिल्म है अक्षय की 'HOUSEFULL 4'

આ ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આવી ગયું છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી રહી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ હાઉસફૂલ 4 ફિલ્મે પહેલા દિવસે કુલ 18.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્રે જણાવવાનું કે આ સાથે જ ફિલ્મે એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. હકીકતમાં કમાણીના મામલે અત્યાર સુધી હાઉસફૂલ સિરીઝની આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બનીને ઊભરી છે. 

હાઉસફૂલ: 9.32 કરોડ (2010)
હાઉસફૂલ 2: 12.19 કરોડ (2012)
હાઉસફૂલ 3: 15.24 કરોડ (2016)
હાઉસફૂલ 4: 18.50 કરોડ (2019)

Housefull 4

આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે જો કે કેટલાક ક્રિટિક્સે આ ફિલ્મની ટીકા કરી છે. પરંતુ આમ છતાં લાગે છે કે દર્શકોને તેનાથી કોઈ ફરક પડતો નથી. શરૂઆતથી લઈને છેલ્લે સુધી આ ફિલ્મ હસાવીને લોથપોથ કરી દે છે. ફિલ્મમાં અક્ષયકુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ ઉપરાંત અન્ય તમામ સપોર્ટિંગ સ્ટાર્સનો અભિનય વખાણવા લાયક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news