Rahul Vohra નો મોત પહેલાનો Video આવ્યો સામે, એક એક શબ્દ સાંભળીને કાળજુ ચીરાઈ જશે

અભિનેતા રાહુલ વોહરા (Rahul Vohra) નું રવિવારે નિધન થયું.  તેઓ કોરોના પીડિત હતા અને સારવાર હેઠળ હતા. રાહુલના પત્ની જ્યોતિ તિવારી પતિના મોતથી આઘાતમાં છે. તેમણે પતિ માટે ન્યાયની માગણી કરી છે. 

Rahul Vohra નો મોત પહેલાનો Video આવ્યો સામે, એક એક શબ્દ સાંભળીને કાળજુ ચીરાઈ જશે

નવી દિલ્હી: અભિનેતા રાહુલ વોહરા (Rahul Vohra) નું રવિવારે નિધન થયું.  તેઓ કોરોના પીડિત હતા અને સારવાર હેઠળ હતા. રાહુલના પત્ની જ્યોતિ તિવારી પતિના મોતથી આઘાતમાં છે. તેમણે પતિ માટે ન્યાયની માગણી કરી છે. 

જ્યોતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં સાથે રાહુલનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ હોસ્પિટલની બેદરકારી વિશે જણાવી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ઓક્સિજન માસ્ક હટાવીને કહે છે કે આની બહુ કિંમત છે આજના સમયમાં. તેના વગર દર્દી તરફડિયા મારીને મરી જાય છે. ત્યારબાદ તે ફરીથી માસ્ક લગાવે છે અને પછી હટાવીને કહે છે કે તેમાંથી કશું આવતું નથી. 

રાહુલ વીડિયોમાં આગળ કહે છે કે 'અટેન્ડન્ટ આવી હતી મે તેને કહ્યું તો તે બોલી કે એક હોટલ હોય છે તેનાથી તેમા પાણી આવી રહ્યું છે. ત્યારબાદ તે જતા રહે છે ફરી તેમને બૂમો પાડો. આવતા જ નથી. એક દોઢ કલાક બાદ આવે છે ત્યાં સુધી મેનેજ  કરો. પાણી છાંટો તેને લગાવો. કોઈને કહો તો કહે કે એક મિનિટમાં આવીએ છીએ અને આવતા જ નથી. હું આ ખાલી માસ્કનું શું કરું.'

પોસ્ટમાં રાહુલની પત્નીએ લખ્યું છે કે દરેક રાહુલ માટે ન્યાય. મારો રાહુલ તો જતો રહ્યો એ બધાને ખબર છે પણ કેવી રીતે ગયો તે કોઈને ખબર નથી. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દિલ્હી. આ પ્રકારે ત્યાં સારવાર થાય છે...આશા કરું છું કે મારા પતિને ન્યાય મળશે. એક વધુ રાહુલ આ દુનિયામાંથી જવો જોઈએ નહીં. 

અત્રે જણાવવાનું કે રાહુલ વોહરાએ શનિવારે ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને લોકો પાસે મદદની અપીલ કરી હતી. તેના ગણતરીના કલાકો બાદ તેમનું મોત થઈ ગયું. પોસ્ટમાં રાહુલે લખ્યું હતું કે મને પણ સારી ટ્રિટમેન્ટ મળી જાત તો હું પણ બચી જાત. તમારો રાહુલ વોહરા. જલદી જન્મ લઈશ અને સારું કામ કરીશ. હવે હિંમત હારી ચૂક્યો છું. તેમણે પોસ્ટમાં પોતાની ડિટેલ્સ પણ શેર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news