Actress Outfits: ફિલ્મનું શૂટિંગ પુરું થયા પછી ક્યાં જાય છે હીરો-હીરોઈનના મોંઘા કપડાં? જાણો રોચક વાત

Actors Outfits: ફિલ્મોમાં તમે એક્ટર-એક્ટ્રેસીસને મોંઘાદાટ અને ડિઝાઈનર કપડા પહેરાલા જોયા હશે, શું ક્યારેય વિચાર આવ્યો છે કે ફિલ્મો પૂરી થયા પછી આ કપડા જાય છે ક્યાં? જો નથી ખબર તો આર્ટીકલના માધ્યમથી જાણી જશો.

Actress Outfits: ફિલ્મનું શૂટિંગ પુરું થયા પછી ક્યાં જાય છે હીરો-હીરોઈનના મોંઘા કપડાં? જાણો રોચક વાત

મુંબઈઃ ફિલ્મોમાં તમે એક્ટર-એક્ટ્રેસીસને મોંઘાદાટ અને ડિઝાઈનર કપડા પહેરાલા જોયા હશે, શું ક્યારેય વિચાર આવ્યો છે કે ફિલ્મો પૂરી થયા પછી આ કપડા જાય છે ક્યાં? જો નથી ખબર તો આર્ટીકલના માધ્યમથી જાણી જશો.

મોટાભાગના ફેન્સ પોતાના ફેવરેટ હિરો-હિરોઈનની સ્ટાઈલ કોપી કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મોમાં પહેરવામાં આવતા મોંઘા કપડા પણ રિયલ લાઈફમાં ડિઝાઈન કરીને પહેરવાનો ફેન્સ પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક્ટર કે એક્ટ્રેસિસના મોંઘા કપડાનું ફિલ્મ રિલીઝ થયા બાદ શું થાય છે? જો નથી ખબર તો આજે અમે તમને આ આર્ટીકલના માધ્યમથી વિસ્તારથી જણાવીશું.

કપડા પ્રોડક્શન હાઉસ મોકલી દેવામાં આવે છે-
એમ તો એવો રિવાજ છે કે, ફિલ્મ પૂરી થયા પછી તેની સાથે જોડાયેલો તમામ સામાન પેટીમાં પેક કરીને પ્રોડક્શન હાઉસ મોકલી દેવામાં આવે છે. અને આ કપડાને બીજી ફિલ્મોમાં મિક્સ એન્ડ મેચ કરીને પહેરવામાં આવે છે. જોકે, આ કપડા લીડ એક્ટ્રેસને નથી પહેરાવાતા.

કેટલાક કપડાની નીલામી કરવામાં આવે છે-
બોલીવુડ સ્ટારનાં ફેન્સમાં તેમની દિવાનગીનો કોઈ હદ નથી. કેટલાક ફેન્સ પોતાના સ્ટાર્સે યુઝ કરેલી વસ્તુના લાખો-કરોડો રૂપિયા આપવા તૈયાર હોય છે. સલમાન ખાનનાં એક ફેને તેનો ટુવાલ દોઢ લાખમાં ખરીદ્યો હતો. સલમાન ખાને આ ટુવાલ ‘મુજસે શાદી કરોગીમાં’ પહેર્યો હતો. ઘણીવાર એક્ટર-એક્ટ્રેસીસના કપડાની નીલામી કરવામાં આવે છે. નીલામીમાંથી આવેલા પૈસાનો ઉપયોગ ચેરિટીમાં થાય છે. ફિલ્મ ‘દેવદાસ’માં માધુરી દિક્ષીતે પહેરેલો લીલા રંગનો લહેંગો 3 કરોડમાં વેચાયો હતો.

સપ્લાયર સાથે ટાઈ-અપ હોય છે-
ઘણીવાર એક્ટર-એક્ટ્રેસીસને કોઈ ડ્રેસમાં પોતાનો લુક એટલો પસંદ આવે છે કે, તે ડ્રેસને પોતાની સાથે લઈને જાય છે. આ ડ્રેસને તેઓ પહેરતા નથી પરંતુ ફિલ્મની યાદગીરીના ભાગરૂપે સાચવીને રાખે છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ટીવી પ્રોડ્યૂસર રાજન શાહીએ જણાવ્યું કે, તેઓ કોઈ કપડાના સપ્લાયર સાથે ટાઈ-અપ કરી લે છે. જ્યારબાદ તેઓ જરૂરિયાત મુજબ હિસાબથી કપડા મંગાવે છે, અને ઉપયોગ થયા બાદ કપડા પાછા મોકલાવી દે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news