નાગાલેન્ડમાં બહુમતનાં દાવા સાથે BJP-NDPPએ રાજ્યપાલ સમક્ષ સરકારનો દાવો રજુ કર્યો

પુર્વોત્તર ભારતનાં 3 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ હવે સરકાર બનાવવાની કવાયદ ચાલુ થઇ ચુકી છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી 25 વર્ષનાં વામયુગને ખતમ થયેલ પુર્ણ બહુમત પ્રાપ્ત કરીને અહીં પોતાની પહેલી સરકાર બનાવવા જઇ રહી છે તો નાગાલેન્ડમાં ભાજપ એનડીપીપી ગઠબંધનથી સરકાર બનાવવા માટે દાવો રજુ કરી ચુકી છે. 60 સભ્યોની નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી પુર્વ થયેલા ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીપીપી બહુમતની ખુબ જ નજીક પહોંચી ગઇ, જો કે 2 સીટો ઘટી રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 31 ધારાસભ્યોનું સમર્થન ઇચ્છતો હતો, જ્યારે ગઠબંધનની પાસે 59માંથી 29 ધારાસભ્ય જ હતા. જો કે રવિવારે પી.બી આચાર્યને મળીને આ ગઠબંધને 32 ધારાસભ્યોનાં સમર્થનનું પત્ર સોંપીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો.

  • નાગાલેન્ડમાં  ભાજપ-એનડીપીપી સંયુક્ત સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો
  • જો કે સૌથી મોટી પાર્ટી એનપીએફ હજી પણ સમર્થકો શોધી રહી છે
  • ભાજપે એનડીપીપીનાં નેતા નિફિયૂ રિઓને મુખ્યમંત્રી બનાવવાનીમાંગ સ્વિકારી

Trending Photos

નાગાલેન્ડમાં બહુમતનાં દાવા સાથે BJP-NDPPએ રાજ્યપાલ સમક્ષ સરકારનો દાવો રજુ કર્યો

કોહિમા : પુર્વોત્તર ભારતનાં 3 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ હવે સરકાર બનાવવાની કવાયદ ચાલુ થઇ ચુકી છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી 25 વર્ષનાં વામયુગને ખતમ થયેલ પુર્ણ બહુમત પ્રાપ્ત કરીને અહીં પોતાની પહેલી સરકાર બનાવવા જઇ રહી છે તો નાગાલેન્ડમાં ભાજપ એનડીપીપી ગઠબંધનથી સરકાર બનાવવા માટે દાવો રજુ કરી ચુકી છે. 60 સભ્યોની નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી પુર્વ થયેલા ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીપીપી બહુમતની ખુબ જ નજીક પહોંચી ગઇ, જો કે 2 સીટો ઘટી રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 31 ધારાસભ્યોનું સમર્થન ઇચ્છતો હતો, જ્યારે ગઠબંધનની પાસે 59માંથી 29 ધારાસભ્ય જ હતા. જો કે રવિવારે પી.બી આચાર્યને મળીને આ ગઠબંધને 32 ધારાસભ્યોનાં સમર્થનનું પત્ર સોંપીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો.

ભાજપે નવગઠીત પાર્ટી નેશલિસ્ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીનાં નેતા નિફિયૂ રિઓની આગેવાનીમાં ભાજપનાં વરિષ્ઠ નેતા રામ માધવ અને અન્ય નેતાઓએ રાજ્યપાલ આચાર્ય સાથે મુલાકાત કરી અને તેમણે રાજ્યમાં સરકાર બનાવવા માટે મહત્વપુર્ણ બહુમતીનો દાવો રજુ કર્યો. રિઓ જ ગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદનાં દાવેદાર જાહેર કરાયા હતા. જે નિર્વિરોધ રીતે પસંદ કરી લેવાયા હતા.

એનડીપીપીએ 40 સીટો પર ચૂંટણી લડી, જ્યારે તેનો સાથી પક્ષ ભાજપે 20 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ભાજપને 12 સીટો પ્રાપ્ત થઇ જે તેનુ સૌથી શાનદાર પ્રદર્શન પણ છે. ગત્ત ચૂંટણી 2013માં તેને રાજ્યમાં માત્ર એક સીટ મળી હતી. એનડીપીપીને 17 સીટો મળી હતી. બીજી તરફ મુખ્યમંત્રી જેલિયાંગની પાર્ટી નેશનલ પીપલ્સ ફ્રંટ (એનપીએફ) પણ ફરીથી સરકાર બનાવવાની કવાયતમાં જોડાયેલી છે. મુખ્યમંત્રી જેલિયાંગનું કહેવું છે કે તેમની પાર્ટી 27 સીટો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, એવામાં સૌથી પહેલા તેને જ સરકાર બનાવવાની તક મળવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news