હવે Jiah khan ની માતાએ Salman Khan પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ શું કહ્યું
દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતાએ પણ પોતાનો એક વીડિયો શેર કર્યો જ્યાં સુશાંતના નિધન પર દુખ વ્યક્ત કર્યું, તો તો બીજી તરફ સલમાન ખાનને લઇને તેમણે કેટલાક એવા ખુલાસા કર્યા જેને સાંભળ્યા બાદ તમારા પગ નીચેથી જમીન ખસી જશે.
Trending Photos
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા બાદથી બોલીવુડ ઇંડસ્ટ્રીમાં ભાઇ ભત્રીજાવાદ, વંશવાદ અથવા નેપોટિઝમ કહો ફરીથી ચર્ચા શરૂ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર કેટલાક બોલીવુડ સ્ટાર્સને લઇને યૂઝર્સ કરણ જોહર, આલિયા ભટ્ટ, સલમાન ખાન અને તેમના પરિવાર પર નિશાન સાધી રહ્યા છે.
દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતાએ પણ પોતાનો એક વીડિયો શેર કર્યો જ્યાં સુશાંતના નિધન પર દુખ વ્યક્ત કર્યું, તો તો બીજી તરફ સલમાન ખાનને લઇને તેમણે કેટલાક એવા ખુલાસા કર્યા જેને સાંભળ્યા બાદ તમારા પગ નીચેથી જમીન ખસી જશે.
જિયા ખાનની માતા રાબિયા ખાન અમીને લંડનથી એક વીડિયો Zee News સાથે શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે 'મારી સંવેદનાઓ સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો સાથે છે. આ સમાચર દિલ તોડનાર છે. આ કોઇ મજાક નથી. બોલીવુડે બદલવાની અથવા જાગવાની જરૂર છે. બોલીવુડ ઇંડસ્ટ્રીને આમ ન કરવું જોઇએ. ખેંચતાણ કરવી એક પ્રકારે કોઇની હત્યા કરવા જેવું છે.
રાબિયા અમીને પોતાના આ વીડિયોમાં આગળ સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે 'જે પણ થ્યું તેમાં મને 2015ની યાદ અપાવી દીધી, જ્યારે એક સીબીઆઇ ઓફિસરને મળવા ગઇ હતી. તે ઓફિસરે મને લંડનથી બોલાવી હતી અને કહ્યું હતું કે અમને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. જ્યારે હું ત્યાં પહોંચી તો મને જણાવ્યું કે અમને સલમાન ખાનનો ફોન આવે છે. તે અમારી પાસે પૈસાની વાત કરે છે. કહે છે કે છોકરા સાથે પૂછપરછ ન કરશો. તેને અડશો નહી તો મેડમ અમે શું કરી શકીએ.
રાબિયાએ જણાવ્યું કે 'સીબીઆઇ ઓફિસર પણ આ તમામ બાબતથી પરેશાન જોવા મળી રહ્યો હતો. ફરીથી હું કેસને દિલ્હીના ઉચ્ચઅધિકારીઓ પાસે લઇ ગઇ. જે પૈસા અને લાગવગથી તપાસને પ્રભાવિત કરી રહ્યા છે. તો મને ખબર નથી કે એક નાગરિક તરીકે આપણે કઇ દીશામાં જઇ રહ્યા છીએ. મારું ફક્ત એટલું જ કહેવું છે. ઉભા થાવ, લડો, બોલીવુડના ઝેરીલા વ્યવહારને ખતમ કરો.
તમને યાદ હશે કે 3 જૂન 2013ના રોજ જિયા ખાને 25 વર્ષ ઉંમરમાં આત્મહત્યા કરી હતી. જિયાના મોતના કારણનો આજ સુધી ખુલાસો થયો નથી. આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર જિયાને મોતને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો. આ મામલે સૂરજ પંચોલીને જેલ પણ થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે