ઐશ્વર્યાનો દુશ્મન નંબર વન બની ગયો છે ઇમરાન હાશ્મી, હજી સળગે છે ગુસ્સાની આગ

આ દુશ્મનીનો સંબંધ વર્ષો જુની ઘટના સાથે છે

Updated: Jan 12, 2019, 12:25 PM IST
ઐશ્વર્યાનો દુશ્મન નંબર વન બની ગયો છે ઇમરાન હાશ્મી, હજી સળગે છે ગુસ્સાની આગ

મુંબઈ : ખૂબસુરતીના જીવતા જાગતા ઉદાહરણ જેવી ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પણ આજે પણ બોલિવૂડમાં તે ચર્ચાનો મુદ્દો બને છે. ઐશ્વર્યા ફરીવાર પોતાના એક ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે. હકીકતમાં ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરતા કહ્યું કે મને 'ફેક' અને 'પ્લાસ્ટિકની ઢીંગલી' પણ કહેવામાં આવી હતી. 

B'Day special અરૂણ ગોવિલ : રામના રોલ માટે છોડી હતી ખરાબ લત, જાણો અત્યારે ક્યાં છે...

હકીકતમાં વર્ષો પહેલાં કરણ જોહરે તેના પોપ્યુલર ટીવી ચેટ શોમાં ઇમરાન હાશ્મી અને મહેશ ભટ્ટને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોમાં રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે પ્લાસ્ટિક સ્માઇલનો ઓપ્શન પુછ્યો ત્યારે ઇમરાન હાશ્મીએ તરત ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લઈ લીધું હતું. તેની આ કમેન્ટની મીડિયામાં પણ ભારે ચર્ચા થઈ હતી. આ પછી ઐશ્વર્યાએ પોતાના દુશ્મનોની યાદીમાં ઇમરાનનો સમાવેશ કરી દીધો છે. 

ઇમરાન હાશ્મીએ આ કમેન્ટ પછી માફી પણ માગી હતી પણ હજી સુધી એનો કોઈ ફાયદો થયો હોય એમ લાગતું નથી. ઐશ્વર્યાના દિલમાં હજી પણ બદલાની આગ સળગી રહી છે જેના કારણે હાલમાં તેણે આ મામલે ટોણો માર્યો છે. નોંધનીય છે કે આ ઘટના પછી ઐશ્વર્યાને ઇમરાન સાથે એક ફિલ્મ કરવાની ઓફર મળી હતી પણ ઐશ્વર્યાએ ના પાડી દીધી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...