ડૂબતી કરિયરને બચાવવા ઐશ્વર્યાએ કમર કસી, લીધો આ સુપરસ્ટારના ખભાનો સહારો

ઐશ્વર્યા રાય બચ્ચનની છેલ્લી કેટલીક ફિલ્મો નિષ્ફળ સાબિત થઈ છે

Updated By: Jan 10, 2019, 03:17 PM IST
ડૂબતી કરિયરને બચાવવા ઐશ્વર્યાએ કમર કસી, લીધો આ સુપરસ્ટારના ખભાનો સહારો

મુંબઈ : બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન આમ તો ટોચની હિરોઇન ગણાય છે પણ એના ખાતામાં વર્ષોથી કોઈ હિટ ફિલ્મ નથી આવી. આ સંજોગોમાં હવે ઐશ્વર્યા પોતાની ડુબી રહેલી કરિયરને બચાવવા માટે કમર કસી છે. મળતી માહિતી પ્રમાણે તે હવે ફિલ્મમેકર મણિ રત્નમની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાઉથના સુપરસ્ટાર વિક્રમ સાથે જોવા મળશે. ઐશ્વર્યા અને વિક્રમની જોડી છેલ્લે મણિ રત્નમની જ ફિલ્મ 'રાવણ'માં જોવા મળી હતી.

છેલ્લા ઘણા સમયથી મણિ રત્નમ લેખક કૃષ્ણમૂર્તિ કલ્કિની નોવેલ પર કામ કરી રહ્યા હતા. આ નોવેલ પુરી થવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. આ નોવેલ પુરી થતા જ ફિલ્મમેકર મણિ રત્નમે એના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમ સિવાય વિજય સેતુપતિ, સિમ્બુ અને જયમ રવિ પર જોવા મળશે. 

લક્ષ્મીબાઈની ટક્કર બાલ ઠાકરે સાથે! કંગનાએ આપ્યું મોટું નિવેદન

હકીકતમાં નિર્માતા મણિ રત્નમ આ ફિલ્મ માટે મહેશ બાબુને સાઇન કરવા માગતા હતા પણ એ શક્ય થયું નહોતું. તેઓ કાર્તિક અને રામ ચરણને પોતાની સાથે જોડવા માગતા હતા પણ તેમના એ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. જોકે ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, વિજય સેતુપતિ, સિમ્બુ અને જયમ રવિને બહુ જલ્દી ફાઇનલ કરવામાં આવશે. આ ફિલ્મમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...