Drug Case: એક્ટર એજાઝ ખાનને NCB એ કસ્ટડીમાં લીધો, કાર્યવાહી શરૂ

Drug Case: એનસીબી (NCB)  એ એક્ટર એજાઝ ખાન (Ajaz Khan) ને કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ કેસમાં જોડાયેલા હોવાનો આરોપ છે.  

Updated By: Mar 30, 2021, 08:12 PM IST
Drug Case: એક્ટર એજાઝ ખાનને NCB એ કસ્ટડીમાં લીધો, કાર્યવાહી શરૂ

મુંબઈઃ ડ્રગ્સ કેસ (Drug Case) માં એનસીબી  (NCB) ની કાર્યવાહી જારી છે. ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાઝ ખાન (Ajaz Khan) ને એનસીબીએ કસ્ટડીમાં લીધો છે. એજાઝ ખાન રાજસ્થાનથી મુંબઈ પહોંચ્યા ત્યારે એનસીબીએ એરપોર્ટ પર તેને કસ્ટડીમાં લીધો હતો. 

એજાઝ પર લાગ્યા છે આરોપ
એજાઝ (Ajaz Khan) પર આરોપ લાગ્યો છે કે તે બટાટા ગેંગનો ભાગ છે. એનસીબીની ટીમે એજાઝના અંધેરી અને લોખંડવાલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. 

આ પહેલા પણ થઈ ચુકી છે ધરપકડ
એક્ટર એજાઝ ખાનની આ પહેલા વર્ષ 2018માં નલી મુંબઈ પોલીસે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. તે સમયે એજાઝ ખાન પાસે આશરે 1 લાખ રૂપિયાનો MD ડ્રગ્સ મળી આવ્યો હતો. 

આ પણ વાંચોઃ સારા અલી ખાને પહેર્યો બેકલેસ બ્લાઉઝ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

શાદાબ બટાટા પર છે ગંભીર આરોપ
મહત્વનું છે કે શાદાબ બટાટા પર મુંબઈના બોલીવુડ સેલિબ્રિટીને ડ્રગ્સ સપ્લાઈ કરવાનો આરોપ છે. શાદાબ બટાટા મોટા ડ્રગ પેડલર ફારૂખ બટાવાનો પુત્ર છે. શાદાબની ધરપકડ દરમિયાન આશરે 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 

આ ફિલ્મમાં પણ કર્યુ છે કામ
એજાઝ ખાન બિગ બોસ 7 (Bigg Boss 7) નો ભાગ રહી ચુક્યો છે. આ સાથે એજાઝ રક્ત ચરિત્રમાં પણ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube