દિલ્હી રવાના 'હાઉસફુલ 4' માટે સ્પેશિયલ ટ્રેન, ટીમે આ રીતે વ્યક્ત કરી ખુશી

'હાઉસફુલ 4'ની પૂરી ટીમ આજે સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યુ છે. રેલવેએ હાલમાં પ્રમોશન ઓન વીલ્સની શરૂઆત કરી, જે હેઠળ 'હાઉસફુલ 4'ની ટીમે ટ્રેન બુક કરી છે.

દિલ્હી રવાના 'હાઉસફુલ 4' માટે સ્પેશિયલ ટ્રેન, ટીમે આ રીતે વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોથી 'હાઉસફુલ 4'નું પ્રમોશન ચાલી રહ્યું છે. પરંતુ બુધવારે ફિલ્મના તમામ સ્ટાર ફાસ્ટ પ્રમોશન માટે  'હાઉસફુલ 4 એક્સપ્રેસ' ટ્રેનથી દિલ્હી કવાના થયા છે. ફિલ્મના કલાકાર એટલે કે અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન અને કૃતિ ખરબંદા મુંબઈના બોરિવલી સ્ટેશનથી ટ્રેનમાં ચઢ્યા અને પછી દિલ્હી માટે રવાના થયા હતા. 

મહત્નવું છે કે ભારતીય રેલવેએ હાલમાં 'પ્રમોશન ઓન વીલ્સ'ની જાહેરાત કરી હતી. જે હેઠળ જાહેરાતથી લઈને ફિલ્મ પ્રમોશન, ટીવી પ્રોગ્રામ અને રમત માટે સ્પેશિયલ ટ્રેન ઉપલબ્ધ હશે. 'હાઉસફુલ 4'ના પ્રમોશન માટે ફિલ્મની ટીમે આખી ટ્રેન બુક કરી હતી. આ ટ્રેનમાં 8 ડબ્બા છે, જેમાં માત્ર ફિલ્મની ટીમ અને મીડિયા સિવાય કોઈને ચઢવાની આઝાદી હશે નહીં. 

— Akshay Kumar (@akshaykumar) October 16, 2019

— Akshay Kumar (@akshaykumar) October 16, 2019

તો રેલવે પ્રધાન પીયૂષ ગોયલે  'હાઉસફુલ 4' એક્સપ્રેસની તસવીરો ટ્વીટર પર શેર કરતા ફિલ્મમેકર્સને અપીલ કરી છે કે તે જનમાનસ સુધી પહોંચવા માટે આ માધ્યમનો ઉપયોગ કરે.

I encourage more filmmakers to use this route to reach out to the masses. pic.twitter.com/OLPDqHwwib

— Piyush Goyal (@PiyushGoyal) October 16, 2019

મહત્વનું છે કે અક્ષય અને તેની ટીમ દિવસે કપિલ શર્માના શો માટે ફિલ્મસિટીમાં શૂટ કરી રહ્યાં હતા અને તેની પાસે સ્થિત બોરિવલી રેલવે સ્ટેશનથી પૂરી ટીમ ટ્રેનમાં બેસી હતી. 

રેલવેની આ અનોખી પહેલથી ફિલ્મના પ્રોડ્યૂસર સાજિદ નાડિયાડવાલા ખુબ ખુશ છે. તેમણે કહ્યું, 'હું સરકાર અને રેલવેના આ પગલાથી ખુબ ખુશ છું. તેનાથી નવા રસ્તા ખુલશે અને કલા, સંસ્કૃતિ અને ભારતના ઈતિહાસમાં નવી ઉંચાઈઓ સિદ્ધ કરીશું.'

'હાઉસફુલ 4' દિવાળી પર રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મ સાથે સંબંધિત 'બાલા ચેલેન્જ' પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી. અક્ષયે સામાન્ય લોકોથી લઈને ફિલ્મ સ્ટાર્સને બાલા ચેલેન્જ આપી અને કહ્યું કે, તેણે ફિલ્મના ગીત 'શેતાન કા સાલા'ના હુક સ્ટેપ્સ કરીને એક વીડિયો પોસ્ટ કરવાનો રહેશે. આ ચેલેન્જમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news