અનુપમાના શૂટિંગ દરમિયાન વનરાજ શાહનો મોટો ખુલાસો, વીડિયો શેર કરતા લખ્યું જોરદાર કેપ્શન

અનુપમા સીરિયલમાં પોતાની દમદાર એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનાર વનરાજ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અનુપમાના શૂટિંગ દરમિયાન વનરાજ શાહનો મોટો ખુલાસો, વીડિયો શેર કરતા લખ્યું જોરદાર કેપ્શન

નવી દિલ્હી: અનુપમા સીરિયલમાં વનરાજ શાહનો રોલ એવો છે જેને ઇગ્નોર કરવું અશક્ય છે. આ સીરિયલમાં વનરાજ શાહનો રોલ ગ્રેડ શેડનો છે. જે ક્યારેક પોઝિટિવ લાગે છે તો ક્યારેક નેગેટિવ રૂપથી ઉભરીને સામે આવે છે. સીરિયલમાં આવી રહેલા જબરદસ્ત ટ્વિસ્ટ વચ્ચે વનરાજ શાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે જેમાં તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

વનરાજ શાહએ લગાવ્યા ઠુમકા
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વનરાજ શાહ 'ચક દે ચક દે સારે ગમ' ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પાછળનું બેકગ્રાઉન્ડ જોરદાર છે. જેને જોઈને તમારું મન ખુશ થઈ જશે. આ વીડિયોમાં વનરાજ શાહ આ ગીત પર પોતાની મોજમાં ઝૂમી રહ્યો છે.

લખ્યું આ જોરદાર કેપ્શન
આ વીડયોને વનરાજ શાહ એટલે કે સુધાંશૂ પાંડેએ તેના ઓફિશ્યલ ઇન્ટ્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોને શેર કરતા વનરાજ શાહે એક મોટો ખુલાસો પણ કર્યો છે. વનરાજ શાહે કેપ્શનમાં લખ્યું- 'રજૂ છે વધુ એક નમૂનો મારા અદ્ભૂત ડાન્સનો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો મારી જબરદસ્ત એક્ટિંગ જ્યાં સુધી ટેક ચાલી રહ્યો છે અને જેવું મને પેકઅપ સંભળાયું મારો ડાન્સ વધુ ઝડપી થયો છે. જોજો જરૂરથી. જય મહાકાલ.'

ફેન્સ કરી રહ્યા છે ખુબ જ કોમેન્ટ
સુધાંશુ પાંડેના આ જબરદસ્ત વીડિયો પર ફેન્સ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. કાવ્યાનો રોલ નિભાવનાર મદાલસા શર્માએ કોમેન્ટ કરી- ક્યૂટેસ્ટ. જ્યારે જસવીર કૌરે હસવાવાળી ઇમોજી મુકી હતી. ત્યારે એક ફેન્સની વાત કરીએ તો એક ફેન્સે કોમેન્ટ કરતા લખ્યું- તમારી રીલ ખરેખરમાં ખુબ જ સારી હોય છે. ત્યારે અન્ય એક ફેને લખ્યું- તમારો ડાન્સ ખુબજ સારો હોય છે. ત્યારે અન્ય એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું- 'શાનદાર.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news