બોક્સ ઓફિસ પર 'બદલા' છવાઇ ચાર દિવસમાં કરી આટલી કમાણી

સુજોય ઘોષના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ બદલાએ પ્રથમ સપ્તાહમાં સારી કમાણી કરી છે. ફિલ્મને વર્ડ ઓફ માઉથનો ફાયદો મળી રહ્યો છે.   

Updated By: Mar 12, 2019, 06:38 PM IST
બોક્સ ઓફિસ પર 'બદલા' છવાઇ ચાર દિવસમાં કરી આટલી કમાણી

નવી દિલ્હીઃ કહાની ફેમ સુજોય ઘોષના દિગ્દર્શનમાં બનેલી બગલાએ ઓપનિંગ વીકેન્ડમાં ઉલ્લેખનીય કમાણી કરી છે. બદલા વીકેન્ડની જેમ વર્કિંગ વીકમાં મજબૂત જોવા મળી રહી છે. ફિલ્મએ સોમવારે પણ સારો બિઝનેસ કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના તાજા આંકડા જાહેર કર્યા છે. તરણ પ્રમાણે સોમવારે બદલાએ બોક્સ ઓફિસ પર 3.75 કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો છે. 

બદલાએ બોક્સ ઓફિસ પર 4 દિવસોમાં કુલ 26.95 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 30 કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે. બદલાએ શુક્રવારે 5.04 કરોડની કમાણી સાથે ઓપનિંગ કરી હતી. શનિવારે કમાણીમાં સારા ગ્રોથની સાથે 8.55 કરોડનો વ્યાપાર કર્યો હતો. તો રવિવારે ફિલ્મએ 9.61 કરોડની કમાણી કરી હતી. ફિલ્મએ ઓપનિંગ વીકએન્ડમાં 23.20 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર કેપ્ટન માર્વલ, લુકા છુપી અને ટોટલ ધમાલ જેવી ફિલ્મની સાથે સારા કલેક્શન માનવામાં આવી રહ્યું છે. 

ઓપનિંગ વીકેન્ડની કમાણીની વાત કરીએ તો તાપસી અને અમિતાભની આ ફિલ્મએ ખુદની ફિલ્મ પિંકનો રેકોર્ડ તોડી દીધો છે. ઓપનિંગ વીકેન્ડમાં પિંકે 21.51 કરોડની કમાણી કરી હતી, જ્યારે બદલાએ 23.20 કરોડની કમાણી કરી હતી. મહત્વનું છે કે, સસ્પેન્સ થ્રિલર બદલામાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં છે. અમૃતા સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મને શાહરૂખ ખાનની કંપની રેડ ચિલી એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યૂસ કરી છે. 

કરણ જોહરની કલંકઃ શું પ્રેમ, બદલો અને બરબાદીની પ્રેમ સ્ટોરી છે ફિલ્મ?

શું છે વાર્તા?
નૈના (તાપસી પન્નુ) પર અર્જુન (ટોની લ્યુક)ની હત્યા કરવાનો આરોપ છે. તેનો વકીલ (માનવ કૌલ) સિનિયર એડવોકેટ બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન)ની આ કેસ સોલ્વ કરવામાં મદદ માંગે છે. આ સમયગાળામાં નૈના અમુક એવા ખુલાસા કરે છે જે આ મર્ડર મિસ્ટ્રીની બાજી પલટી નાખે છે.