VIDEO : સની લિયોનીમાં રસ હોય તો આ સમાચારમાં ચોક્કસ રસ પડશે જ 

સની લિયોનીનું આ ગીત ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. યુ ટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 66 લાખથી વધારે વખત જોવામાં આવ્યું છે.

VIDEO : સની લિયોનીમાં રસ હોય તો આ સમાચારમાં ચોક્કસ રસ પડશે જ 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)ની આગામી ફિલ્મ મોતીચૂર ચકનાચૂર (Motichoor Chaknachoor)'નું એક ગીત 'બત્તીયાં બુઝા દો' સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. આ એક આઇટમ સોન્ગ છે જેમાં સની પોતાનો જાદુ જગાવતી જોવા મળી રહી છે. આ ગીતમાં સની સાથે નવાઝુદ્દી પણ જોવા મળી રહ્યો છે. 

સની લિયોનીનું આ ગીત ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. યુ ટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 66 લાખથી વધારે વખત જોવામાં આવ્યું છે. પહેલાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. કોમેડીથી ભરપુર આ ફિલ્મમાં એક લવસ્ટોરી પણ છે. આ ફિલ્મ 15 નવેમ્બરના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે. 

પોતાની પહેલી ફિલ્મ  હિરો પછી અથિયાની બોલિવૂડમાં આ ત્રીજી ફિલ્મ હશે. તેની આ પહેલાંની ફિલ્મો ખાસ સફળ નથી થઈ. નવાઝની આ ફિલ્મ તેના પરિવાર અને બાળકો માટે ખાસ ગિફ્ટ છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન અને અથિયા પહેલીવાર પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news