VIDEO: મદમસ્ત આખલાને જોઈને ક્યારેય ન કરતા આ ભૂલ, નહીં તો કારચાલક જેવા હાલ થશે
Trending Photos
હાજીપુર: બિહારના હાજીપુર જંકશન પર એક આખલાને આઘા ખસવા હેતુસર કારવાળાએ હોર્ન માર્યું તો આખલાને એવો તે ગુસ્સો આવ્યો કે તેણે કારનું કચુંબર કરી નાખ્યું. આખલાને એ હદે ગુસ્સો આવ્યો હતો કે તેણે કારને પટકી પટકીને ભૂકકો કરી નાખી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
જો તમે તમારી કાર લઈને બિહારના વૈશાલી જિલ્લાના મુખ્ય હાજીપુર જઈ રહ્યાં હોવ તો કારનું હોર્ન વગાડવાની બિલકુલ હિંમત કરતા નહીં. નહીં તો ભોગવવું પડશે. હાજીપુરમાં આવી જ એક ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ આખલાને બાજુ ખસવા માટે હોર્ન માર્યું તો આખલાએ વ્યક્તિની કારનું કચુંબર બનાવી દીધુ. એક પ્રત્યક્ષદર્શીએ સોમવારે જણાવ્યું કે એક દિવસ પહેલા હાજીપુર રેલવે સ્ટેશન પાસે આખલો રસ્તાની વચ્ચેવચ બેસી ગયો હતો. આખલાને જોઈને કારચાલકે હોર્ન માર્યું તો આખલાને એવો તે ગુસ્સો આવી ગયો કે તેણે કારને શિંગડામાં ભેરવી દીધી અને પટકી પટકીને કચુંબર કરી નાખ્યું.
हाजीपुर: सांड को आया गुस्सा, कार को उठाकर पटका
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) November 4, 2019
તેમણે જણાવ્યું કે આખલો ત્યાં સુધી કારને પટકતો રહ્યો જ્યાં સુધી તેના હાડકા ખોખરા ન થઈ ગયાં. આસપાસના લોકોએ લાકડી અને ડંડાની મદદથી યેનકેન પ્રકારે આખલાને ભગાવ્યો. આ ઘટનામાં કાર ચાલકે પણ જેમતેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
જુઓ LIVE TV
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે આખલાના ઉત્પાતની આ પહેલી ઘટના નથી. અહીંના લોકો આખલાથી ખુબ પરેશાન છે. સ્થાનિક લોકોએ તો આખલાનું નામકરણ સુદ્ધા કરી નાખ્યું છે. આ અગાઉ રવિવારે એક આખલાએ રીક્ષા પર હુમલો કર્યો હતો. જેના કારણે રીક્ષાનો આગળનો કાચ તૂટી ગયો હતો. આખલાના આ ઉત્પાતના કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો ખુબ પરેશાની ભોગવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે