જ્યારે સલમાન ખાને સિદ્ધાર્થ માટે કહી આ વાત, હવે વાયરલ થઈ રહ્યો છે Video

સલમાન ખાન સિદ્ધાર્થ શુક્લાના ગુજરી જવાનો ઇસારો કરતા કહે છે કે જાણવા મળ્યું છે કે ફેન્સે તો સેવ કરી લીધો પરંતુ ઉપરવાળાએ સેવ કર્યો નહીં. 
 

જ્યારે સલમાન ખાને સિદ્ધાર્થ માટે કહી આ વાત, હવે વાયરલ થઈ રહ્યો છે Video

નવી દિલ્હીઃ બિગ બોસ (Bigg Boss) હાઉસમાં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ને હંમેશા સલમાન ખાનનો સપોર્ટ મળ્યો હતો. ઘણીવાર તો સોશિયલ મીડિયા પર સલમાન ખાનને તે વાત માટે ટ્રોલ કરવામાં આવ્યો કે તે હંમેશા સિદ્ધાર્થ શુક્લાને સપોર્ટ કરે છે. તેને બાયસ કહેવામાં આવ્યો અને ભેદભાવનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ક્યારનો છે આ વીડિયો?
વીડિયો તે સમયનો છે જ્યારે સિદ્ધાર્થ શુક્લાની તબિયત ખરાબ થયા બાદ તે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારે સલમાન ખાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સિડ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી અને તેની મજાક કરી હતી. એક તરફ સિદ્ધાર્થની તબિયત ખરાબ હતી અને સલમાન ખાન તેને કહી રહ્યો હતો કે પબ્લિકે તને સેવ કરી લીધો છે. હવે જોવાનું છે કે ઉપરવાળા તને સેવ કરે છે કે નહીં. 

સલમાને કહી હતી આ વાત
સલમાને સિદ્ધાર્થ શુક્લાના ગુજરી જવાનો ઇશારો કરતા કહે છે કે જાણવા મળ્યું કે, ફેન્સે તો સેવ કરી લીધો છે પરંતુ ઉપરવાળાએ સેવ કર્યો નથી. સિદ્ધાર્થના મોત વિશે બોલતા સલમાન ખાન કહે છે કે બધા રડશે અને કહેશે કે નહીં યાર, જે પણ કહ્યુ સારો વ્યક્તિ હતો. દિલનો ખરાબ નહતો.

ફેન્સ કરી રહ્યા છે સલમાનને ટ્રોલ
સલમાન ખાન તેની મસ્તી કરી રહ્યો છે અને કહે છે કે બિગ બોસની અંદર પ્રેમ થઈ ગયો, કોઈએ બિગ બોસની અંદર લગ્ન કરી લીધા અને જાણવા મળ્યું કે, કોઈ બિગ બોસની અંદરથી નિકળી ગયું. મહત્વનું છે કે સલમાન ખાનના આ વીડિયોને શેર કરતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તેના પર આરોપ લગાવી રહ્યા છે કે સલમાને સિદ્ધાર્થ વિશે આવી વાતો કરવી જોઈએ નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news