અલ્લુ અને અમિતાભ વચ્ચે શું છે કનેક્શન? જાણો 'પુષ્પા' કઈ રીતે બની ગયો બોક્સ ઓફિસનો 'અર્જુન'

Allu Arjun Birthday : ‘પુષ્પા’ જબરદસ્ત સફળતા બાદ રાતો-રાત અલ્લુ અર્જુનનું જીનન બદલાઈ ગયું. આ ફિલ્મ પહેલાં તેણે અનેક ફિલ્મો કરી હતી, પરંતુ આ ફિલ્મથી તેને દેશના વિવિધ રાજ્યો સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ નામના મળી. અને આ ફિલ્મે તેના સ્ટારડમમાં ચાર ચાંદ લગાવીને તેને એક સુપરસ્ટાર તરીકેની ઓળખ અપાવી.

અલ્લુ અને અમિતાભ વચ્ચે શું છે કનેક્શન? જાણો 'પુષ્પા' કઈ રીતે બની ગયો બોક્સ ઓફિસનો 'અર્જુન'

નવી દિલ્લીઃ ‘પુષ્પા’ જબરદસ્ત સફળતા બાદ રાતો-રાત અલ્લુ અર્જુનનું જીનન બદલાઈ ગયું. આ ફિલ્મ પહેલાં તેણે અનેક ફિલ્મો કરી હતી, પરંતુ આ ફિલ્મથી તેને દેશના વિવિધ રાજ્યો સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ નામના મળી. અને આ ફિલ્મે તેના સ્ટારડમમાં ચાર ચાંદ લગાવીને તેને એક સુપરસ્ટાર તરીકેની ઓળખ અપાવી. 8 એપ્રિલ 1982ના રોજ મદ્રાસમાં એક તમિલ પરિવારમાં જન્મેલા અલ્લુ અર્જુનની ઉંમર માત્ર 3 વર્ષની હતી જ્યારે તેને પહેલીવાર કેમેરા સામે આવવાની તક મળી. અલ્લુએ વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિજેતા’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી 1986માં અલ્લુએ ફિલ્મ ‘ડેડી’માં પણ કામ કર્યું હતું. આ પછી અલ્લુ ફરી વર્ષ 2003માં ફિલ્મ ‘ગંગોત્રી’માં લોકો સામે જોવા મળ્યો હતો.

 

 

 

અલ્લુ અર્જુન સાઉથના સુપરસ્ટાર રામ ચરણના મામાના પુત્ર છે. અને સૌ કોઈ જાણે છેકે, રામ ચરણના પિતા સાઉથના મેગા સ્ટાર છે. જી હાં, રામ ચરણના પિતા ચિરંજીવી પાસેથી અલ્લુએ નાનપણથી જ એક્ટિંગનો એકડો શિખવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં અલ્લુને નાનપણથી જ બોલીવુડના શહેનશાહ અમિતાભની ફિલ્મો પ્રત્યે ખુબ જ આકર્ષણ હતું. તે અમિતાભ જેવો સ્ટાર બનવા માંગતો હતો. એજ કારણ છેકે, તેણે પુષ્પાની સફળતા બાદ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, તેના મતે ભારતીય ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન સૌથી શ્રેષ્ઠ છે. મહાનાયકમાંથી તેણે ખુબ જ પ્રેરણા લીધી છે.

 

 

‘પુષ્પા ધ રાઇઝ’થી અલ્લુ અર્જુને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. સાઉથ સિનેમા સિવાય સુપરસ્ટારે બોલિવૂડના ચાહકોને પણ પોતાના ફેન્સ બનાવ્યા હતા. આજે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે. આ સાથે એક્ટર અલ્લુ અર્જુન આજે 40 વર્ષનો થઈ ગયો છે. અલ્લુ અર્જુન તે સમયે માત્ર 3 વર્ષનો હતો, તેમણે નાની ઉંમરથી જ સિનેમા પ્રત્યેનો પોતાનો પ્રેમ અને ધગશ દર્શાવી દીધી હતી. એજ કારણે તેણે નાની ઉંમરથી જ ચાહકોના દિલોમાં પણ પોતાનું સ્થાન મેળવી લીધું હતું.

અલ્લુ અર્જુનની સુપર હીટ ફિલ્મો-
આ પછી અલ્લુની શાનદાર કારકિર્દી શરૂ થઈ. આ દરમિયાન તેણે એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. તમને જણાવી દઈએ કે, હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝે’ બોક્સ ઓફિસ પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. અહેવાલો અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 355 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય અલ્લુએ વર્ષ 2020માં ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમલો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને અભિનેતાની સુપરહિટ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં અર્જુન સાથે બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં અલ્લુનું બંતુ સ્વરૂપ ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 262 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news