PM ને ભગવાન શ્રીરામ અને CM યોગીને ભગવાન કૃષ્ણનો અવતાર ગણાવતા, પાડોશીએ લાકડી-ડંડાથી કર્યો જીવલેણ હુમલો

Man Beaten For Calling PM Modi Avatar Of Lord Ram: પીડિત કામરાન હસીબે આરોપ લગાવ્યો હતો કે, તેણે પ્રધાનમંત્રી મોદી અને સીએમ યોગી આદિત્યનાથને પ્રભુ શ્રીરામ અને ભગવાન કૃષ્ણનો અવતાર હોવાનું કહ્યું ત્યારે તેના પડોશીઓને આ વાત પસંદ આવી નહોતી અને તેઓએ તેની સાથે મારપીટ કરી હતી.

 PM ને ભગવાન શ્રીરામ અને CM યોગીને ભગવાન કૃષ્ણનો અવતાર ગણાવતા, પાડોશીએ લાકડી-ડંડાથી કર્યો જીવલેણ હુમલો

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક આશ્ચર્ય ઉદ્દભવે તેવો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં 45 વર્ષીય કામરાન હસીબને અહીં જોરદાર માર મારવામાં આવ્યો હતો કારણ કે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામ અને સીએમ યોગી આદિત્યનાથને ભગવાન કૃષ્ણનો અવતાર ગણાવ્યા હતા.

માર માર્યા બાદ હોસ્પિટલમાં દાખલ
પીડિત કામરાન હસીબે આરોપ લગાવ્યો હતો કે, તેણે પ્રધાનમંત્રી મોદી અને સીએમ યોગી આદિત્યનાથને પ્રભુ શ્રીરામ અને ભગવાન કૃષ્ણનો અવતાર હોવાનું કહ્યું ત્યારે તેના પડોશીઓને આ વાત પસંદ આવી નહોતી અને તેઓએ તેની સાથે મારપીટ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતને હાલમાં જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે.

ઘેરજાફર ખાન મોહલ્લાનો છે સમગ્ર મામલો
બરેલીના એસએસપી રોહિત સિંહ સજવાને જણાવ્યું હતું કે પીડિત પક્ષની ફરિયાદ પર બારાદરી પોલીસ સ્ટેશનમાં ગુરુવારે એફઆઈઆર નોંધવામાં આવી. આ મામલો બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રવાસીઓના ઘરજાફર ખાન વિસ્તારનો છે.

લાકડી-ડંડા વડે માર મરાયો
તહરીરના જણાવ્યા અનુસાર, બુધવારે કામરાન હસીબે પ્રધાનમંત્રીને ભગવાન રામ અને મુખ્યમંત્રીને ભગવાન કૃષ્ણનો અવતાર ગણાવ્યા હતા. તેના સિવાય કામરાને સરકારની કેટલીક યોજનાઓની પણ પ્રશંસા કરી હતી. ત્યારબાદ પાડોશીઓએ તેને લાકડી-ડંડા વડે માર માર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news