સુશાંત સિંહ રાજપૂત માટે યૂકેમાં યોજાઇ કાર રેલી, શ્વેતાએ શેર કર્યો વીડિયો

સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગને લઈને ફેન્સે યૂકેમાં એક કાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીના વીડિયો સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કર્યાં છે. 

સુશાંત સિંહ રાજપૂત માટે યૂકેમાં યોજાઇ કાર રેલી, શ્વેતાએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે દરરોજ સુશાંત સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરે છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં સુશાંતના ફેન્સ ન્યાયની માગ કરી રહ્યાં છે. હાલમાં સુશાંતના ફેન્સે યૂકેમાં કાર રેલીનું આયોજન કર્યું અને તેના વીડિયો શ્વેતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. 

યૂકેની કાર રેલીનો વીડિયો શેર કરતા શ્વેતાએ લખ્યું, 'યૂકેની કાર રેલી SSR વોરિયર્સ વચ્ચે એકતા દેખાડે છે. અમને સીબીઆઈ પર વિશ્વાસ છે અને અમારી તપાસ એજન્સીઓ દ્વારા સત્ય સામે લાવવાની રાહ જોઈ રહ્યાં છીએ.' મહત્વનું છે કે શ્વેતા સતત સીબીઆઈ તપાસની માગ કરતી રહી છે અને હવે સીબીઆઈના હાથમાં કેસ ગયા બાદ તે એજન્સી પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. 

— Shweta Singh Kirti (@shwetasinghkirt) October 12, 2020

શ્વેતાએ શેર કરેલા એક વીડિયોમાં કાર રેલીમાં ભાગ લેનાર લોકો 'જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત'ના નારા લગાવી રહ્યા છે. જ્યારે એક અન્ય વીડિયોમાં લંડનમાં આયોજીત કાર રેલી જોવા મળી રહી છે. 

— Shweta Singh Kirti (@shwetasinghkirt) October 12, 2020

— Shweta Singh Kirti (@shwetasinghkirt) October 12, 2020

મહત્વનું છે કે સુશાંતના કેસની તપાસ સીબીઆઈ સિવાય ઈડી અને એનસીબી પણ કરી રહી છે. એનસીબીએ ડ્રગ્સ ખરીદવા અને રાખવાના આરોપમાં રિયા ચક્રવર્તીની ધરપકડ પણ કરી હતી પરંતુ મુંબઈ હાઈકોર્ટમાંથી તેને જામીન મળી ગયા છે. સુશાંત કેસમાં એમ્સની ફોરેન્સિક ટીમે પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે જેમાં હત્યાની સંભાવનાથી ઈનકાર કરવામાં આવ્યો છે. હવે જોવાનું છે કે સીબીઆઈ કેસની તપાસ કઈ દિશામાં કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news