CONFIRM : ઈટાલીમાં લેશે રણવીર-દીપિકા સાત ફેરા, ફેમસ એક્ટરે ફોડ્યો ભાંડો

બોલિવૂડના રોમેન્ટિક કપલના લગ્ન કન્ફર્મ થઈ ગયા છે 

CONFIRM : ઈટાલીમાં લેશે રણવીર-દીપિકા સાત ફેરા, ફેમસ એક્ટરે ફોડ્યો ભાંડો

નવી દિલ્હી : બોલિવૂડના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સમાચાર કન્ફર્મ થઈ ગયા છે. ફિલ્મફેરમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ જોડી 20 નવેમ્બરે ઇટાલીમાં લગ્ન કરશે અને એમાં માત્ર 30 ખાસ મહેમાનોને બોલાવવામાં આવશે. આ સમાચાર સામે આવતા જ સિનિયર એક્ટર કબીર બેદીએ ટ્વિટર પર આ વાતના વધામણી આપી છે. 

— KABIR BEDI (@iKabirBedi) August 13, 2018

ફિલ્મફેરે ટ્વીટ કરીને આ વાતની જાહેરાત આપી છે અને એને રિપોસ્ટ કરીને કબીર બેદીએ રણવીર તેમજ દીપિકાને ટેગ કરીને શુભેચ્છા આપી છે. જોકે રણવીર કે દીપિકાએ આ વાતનો જવાબ નથી આપ્યો. ફિલ્મફેરમાં છપાયેલા સમાચાર પ્રમાણે દીપિકા અને રણવીરના નજીકના મિત્રએ લગ્નની તારીખ અને ગેસ્ટ લિસ્ટ વિશે કન્ફર્મ માહિતી આપી છે. આ લગ્ન ઇટાલીના લેક કોમોમાં થશે અને એમાં નજીકના 30 જેટલા સ્વજનોને બોલાવવામાં આવશે. ઇટાલીમાં લગ્ન પછી આ કપલ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે. 

2014માં આવેલી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની 'રામલીલા'ના સેટ પર રણવીર-દીપિકાનું પ્રેમપ્રકરણ જામ્યું હતું. આ જોડીએ આ પછી બાજીરાવ મસ્તાની તેમજ પદ્માવતમાં સાથે કામ કર્યું હતું. તાજેતરમાં બંને અમેરિકામાં રજાઓ ગાળતા દેખાયા હતા અને હાલમાં બંને મુંબઈ પરત આવીને પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news