આ અભિનેત્રીએ સચિન તેંડુલકર પર પોસ્ટ લખીને લગાવ્યાં ગંભીર આરોપ, ફેન્સે લીધી આડે હાથ

દક્ષિણ ભારતીય ફિલ્મોની બોલ્ડ અભિનેત્રી શ્રી રેડ્ડી ફરીએકવાર ચર્ચામાં છે. છેલ્લે તે ફિલ્મ પ્રોડ્યુસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવીને ચર્ચામાં આવી હતી

Updated: Sep 14, 2018, 11:27 AM IST
આ અભિનેત્રીએ સચિન તેંડુલકર પર પોસ્ટ લખીને લગાવ્યાં ગંભીર આરોપ, ફેન્સે લીધી આડે હાથ
તસવીર સાભાર- @facebook.com/iamsrireddy

નવી દિલ્હી: દક્ષિણ ભારતીય ફિલ્મોની બોલ્ડ અભિનેત્રી શ્રી રેડ્ડી ફરીએકવાર ચર્ચામાં છે. છેલ્લે તે ફિલ્મ પ્રોડ્યુસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવીને ચર્ચામાં આવી હતી. જેના વિરોધમાં તેણે રસ્તા પર મીડિયાની હાજરીમાં કપડાં ઉતારી નાખ્યા હતાં. આ ઉપરાંત તે પોતાની વાતો મજબુતાઈથી અને નીડર થઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રજુ કરે છે. પરંતુ આ વખતે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર કઈંક એવું લખી નાખ્યું કે ક્રિકેટપ્રેમીઓ લાલચોળ થઈ ગયા છે. તેમણે અભિનેત્રીને ખુબ ખરીખોટી સંભળાવી. 

વાત જાણે એમ છે કે શ્રી રેડ્ડીએ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને લઈને વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ લખી. જેમાં તેણે સચિન પર ગંભીર અને આપત્તિજનક આરોપ લગાવ્યાં. આ પોસ્ટ બાદ સચિનના ચાહકોનો ગુસ્સો બેકાબુ બન્યો છે. શ્રી રેડ્ડીએ આ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે એક રોમેન્ટિક માણસ જેનું નામ સચિન તેંડુલકર છે, તેઓ જ્યારે હૈદરાબાદ આવે છે તો ચાર્મિંગ ગર્લ સાથે રોમાન્સ કરે છે. હાઈ પ્રોફાઈલ ચામુંડેશ્વર સ્વામી મિડલ મેન હોય છે. મહાન વ્યક્તિ સારી રીતે રમી શકે છે, મારો મતલબ એ છે કે સારી રીતે રોમાન્સ કરી શકે છે?

શ્રી રેડ્ડીની આ પોસ્ટ બાદ સચિનના ચાહકો કોમેન્ટ બોક્સમાં જઈને પોતાની ભડાસ કાઢી રહ્યાં છે. એક ચાહકે ગુસ્સે થઈને લખ્યું છે કે સચિન પાજીને સ્પર્શ પણ ન કરતા, સચિન તેંડુલકર માત્ર એક નામ નથી, તે અમારા માટે લાગણી પણ છે. અત્રે જણાવવાનું કે શ્રી રેડ્ડીએ તેલુગુ ફિલ્મ નીનૂ નાના અબદ્દામથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તે અરવિંદ 2માં પણ કામ કરી ચૂકી છે.