Video : જ્યારે રેમ્પ પર રણવીર અને અનિલે કર્યો ધમાલ ડાન્સ, આજનો બેસ્ટ વીડિયો

લોકોએ આ ડાન્સને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો 

Video : જ્યારે રેમ્પ પર રણવીર અને અનિલે કર્યો ધમાલ ડાન્સ, આજનો બેસ્ટ વીડિયો

નવી દિલ્હી : અનિલ કપૂર અને રણવીર સિંહ એવું સેલિબ્રિટી કોમ્બિનેશન છે જે સાથે હોય તો ધમાલ મચાવી દે છે. આવું જ કંઈ થયું લેકમે ફેશન વિક દરમિયાન. આ ફેશન શોમાં અનિલ કપૂર અને જાન્હવી કપૂર ફેમસ ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોરના શોમાં શો સ્ટોપર હતા. આ દરમિયાન રેમ્પ પર અનિલ કપૂર જેવો પહોંચ્યો કે તરત રણવીર સિંહે તેનું જોરદાર સ્વાગત કર્યું. 

ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે પણ ડાન્સ કરવા લાગશો. અહીં રેમ્પ વોક દરમિયાન અનિલ કપૂર અને રણવીર સિંહે ધમાલ ડાન્સ કર્યો હતો. 

A post shared by Ranveer Singh fanbase (@ranveersinghglorious) on

આ રેમ્પ વોક દરમિયાન જાન્હવીએ  બ્લેક આઉટફિટ સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી હતી અને એ તેમાં બહુ સુંદર લાગી રહી હતી. અનિલ કપૂર પણ ઇન્ડો વેસ્ટર્ન લુકમાં જબરદસ્ત હેન્ડસમ લાગી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news