ડાન્સર સપના ચૌધરી એક સમયે 3000 રૂપિયામાં ડાન્સ શો કરતી, આજે છે કરોડોની માલિક

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે પોતાના શોખ ઉપરાંત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. રોહતકની સપના ચૌધરી આજે સમગ્ર દેશમાં પોતાના કામના કારણે જાણીતી બની છે.

ડાન્સર સપના ચૌધરી એક સમયે 3000 રૂપિયામાં ડાન્સ શો કરતી, આજે છે કરોડોની માલિક

નવી દિલ્હી: હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે પોતાના શોખ ઉપરાંત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. રોહતકની સપના ચૌધરી આજે સમગ્ર દેશમાં પોતાના કામના કારણે જાણીતી બની છે. સપના ચૌધરી ડાન્સ ઉપરાંત એક્ટિંગ અને સિંગિંગમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. એક સમયે પોતાની કેરિયર 3100 રૂપિયાથી શરૂ કરનારી સપના ચૌધરી આજે એક શોના લગભગ 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એટલું જ નહીં સપના પાસે અનેક લક્ઝરી કાર્સ પણ છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

હરિયાણાના રોહતકમાં જન્મેલી સપના ચૌધરી 28 વર્ષની છે અને બહુ નાની ઉંમરમાં તેણે ગાવાનું અને ડાન્સ કરવાનું શરુ કરી દીધુ હતું. સપનાએ થોડા સમય અગાઉ પોતાના ડાન્સ શોઝ માટે આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સપનાએ આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી. પછી ટીવી રિયાલિટી શો બિગ બોસની સિઝન 11માં તેને તક મળી અને ત્યારથી તેની  લાઈફ બદલાઈ ગઈ. 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

આ શોમાં કામ કરવા માટે સપનાને એક લાખ રૂપિયા ફીસ અપાઈ હતી. આજે સપના મહિનામાં 22થી 25 દિવસ કામ કરીને લગભગ એક કરોડ રૂપિયા કમાણી કરી લે છે. હરિયાણાના નઝફગઢમાં સપનાનું પોતાનું આલિશાન ઘર છે જ્યાં તે પરિવાર સાથે રહે છે. સપના પાસે લક્ઝરી કાર્સમાં ઔડી અને ફોર્ચ્યુનર જેવી શાનદાર કાર છે. એટલું જ નહીં સપના પોતાની સાથે એક બાઉન્સરને પણ રાખે છે. 

એક વેબસાઈટના આંકડાનું માનીએ તો સપના ચૌધરી પાસે લગભગ 15 કરોડની આસપાસ નેટવર્થ છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો સપના ચૌધરી હરિયાણામાં એક પ્રોડક્શન હાઉસ ખોલવા માંગે છે. જ્યાં રાજ્યના યુવા કલાકારોને કામ કરવાની તક આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news