બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા સિંહાનું નિધન, શું હતું કારણ? જાણવા કરો ક્લિક...
એક સમયે લાખો દિલોની ધડકન બની ગયેલ એક્ટ્રેસ વિદ્યા સિંહાનું અવસાન થયું છે
Trending Photos
મુંબઈ : એક સમયે લાખો દિલોની ધડકન બની ગયેલ એક્ટ્રેસ વિદ્યા સિંહાનું અવસાન થયું છે. તેમને શ્વાસ લેવાની સમસ્યા થતા જુહૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 72 વર્ષના વિદ્યાને હૃદય અને ફેફસાંને લગતી ગંભીર બીમારી હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
Mumbai: Veteran actor Vidya Sinha passes away in a hospital in Juhu. She had acted in various movies including 'Chhoti Si Baat', 'Rajnigandha' and 'Pati Patni aur Woh'. pic.twitter.com/WDMtjbMtqj
— ANI (@ANI) August 15, 2019
વિદ્યા સિંહાની લોકપ્રિય ફિલ્મોમાં ‘રજનીગંધા’, ‘હવસ’, ‘છોટી સી બાત’, ‘મેરા જીવન’, ‘ઇનકાર’, ‘જીવન મુક્તિ’, ‘કરમ’, ‘કિતાબ’, ‘પતિ પત્ની ઔર વોહ’, ‘તુમ્હારે લીયે’, ‘મીરા’, ‘સ્વયંવર’, ‘સબૂત’, ‘પ્યારા દુશ્મન’, ‘લવ સ્ટોરી’, ‘કિરાયાદાર’ અને ‘બોડીગાર્ડ’ (2011)નો સમાવેશ થાય છે. તેમની ટીવી શ્રેણીઓમાં ‘કાવ્યાંજલિ’, ‘ઝારા’, ‘નીમ નીમ શેહદ શેહદ’, ‘હારજીત’, ‘કુબૂલ હૈ’, ‘ઝીંદગી વિન્સ’ અને ‘ઈશ્ક કા રંગ સફેદ’ને ગણી શકાય.
વિદ્યાના અંગત જીવનની વાત કરીએ તો વિદ્યાએ 1968માં તેમના પડોસી તમિલ બ્રાહ્મણ વેંકટેશ્વર ઐયર સાથે લગ્ન કર્યા હતા અને પછી દીકરી જાન્હવીને 1989માં દત્તક લીધી. તેમના પતિનું નિધન 1996માં થયું. પછી તેઓ થોડા વર્ષો સિડનીમાં રહ્યાં, જ્યાં તેઓ મોટી ઉમરના ઓસ્ટ્રેલિયન ડોક્ટર નેતાજી ભીમરાવ સાલુંકેને 2001માં ઓનલાઈન મળ્યાં અને તેમની સાથે થોડા જ પરિચય બાદ મંદિરમાં લગ્ન કર્યાં. 2009માંવિદ્યા સિંહાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેમના પતિ તેમના પર શારીરિક અને માનસિક અત્યાચાર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે