દીપિકાને સલમાન ખાનની કોઈ વાત ખૂંચી ગઈ? જાણવા કરો ક્લિક
દીપિકા પાદૂકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. તે એક એવી અભિનેત્રી છે જે માનસિક સમસ્યાઓ અને ડિપ્રેશન પર ખુલીને વાત કરે છે.
Trending Photos
નવી દિલ્હી: દીપિકા પાદૂકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. તે એક એવી અભિનેત્રી છે જે માનસિક સમસ્યાઓ અને ડિપ્રેશન પર ખુલીને વાત કરે છે. દીપિકા પાદૂકોણ 'ધ લિવ લવ લાફ' ફાઉન્ડેશન પણ ચલાવે છે. જે માનસિક બિમારીઓ સંબંધિત સમસ્યાઓ અને તેની જાગરૂકતા પર કામ કરે છે. હાલમાં જ દીલ્હીમાં દીપિકાના આ ફાઉન્ડેશન દ્વારા એક સર્વે રિપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું, જ્યાં દીપિકાએ ડિપ્રેશન પર વાત કરી.
દીપિકા પાદૂકોણે કહ્યું, 'ખુબ જ ખોટી માન્યતા છે કે ડિપ્રેશન ફક્ત અમીરોના ઘરમાં જ હોય છે અને તેને સીધી રીતે એક 'લક્ઝરી' તરીકે ગણાય છે.' જો કે દીપિકાએ સલમાન ખાનનું નામ તો ન લીધું પરંતુ તેણે કરેલી કોમેન્ટને સીધી રીતે સલમાન ખાનની હાલમાં જ કરાયેલી કોમેન્ટ સાથે જોડીને જોવામાં આવી રહી છે. હાલમાં જ સલમાન ખાને કહ્યું હતું કે તેની પાસે ડિપ્રેસ થવાની લક્ઝરી નથી. સલમાન ખાને આઈએએનએસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે હું અનેક લોકોને વેકેશન મનાવતા જોઉ છું, પરંતુ મારી પાસે રજાઓ ગાળવાની સુવિધા નથી. હું જોઉ છું કે અનેક લોકો ડિપ્રેસ અને ભાવનાત્મક હોય છે પંરતુ મારી પાસે ડિપ્રેસ અને ઈમોશનલ થવાની લક્ઝરી પણ નથી. કારણ કે હું કોઈ વાત સામે ઝઝૂમી રહ્યો છું, તે મારા વિરુદ્ધમાં જાય છે તે વાતથી મને કોઈ ફરક પડતો નથી.
થોડા દિવસ પહેલા દિલ્હીમાં કોઈ ઈવેન્ટમાં બોલતા દીપિકાએ કહ્યું હતું કે જ્યારે અમે કહીએ છીએ કે અનેક હસ્તીઓ તેના પર પોતાની વાત રજુ કરી રહ્યાં છે, ત્યારે લોકોના મગજમાં એવી ખોટી ધારણા પણ બની રહી છે કે તે ફક્ત સફળ લોકો માટે હોય છે. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે કોઈને પણ થઈ શકે છે. પછી ભલે તે કોઈ પ્રોફેશન સંબંધિત જોડાયેલા લોકો હોય કે પછી કોઈ પણ પ્રકારના સામાજિક-આર્થિક સમુદાય સંબંધિત હોય. કેટલાક લોકોને ડિપ્રેશન લક્ઝરી લાગે છે. લોકોને લાગે છે કે જેની પાસે બહુ રૂપિયા કે સમય છે તેને જ ડિપ્રેશન થાય છે. મને લાગે છે કે આ ખોટી ધારણાને તોડવી બહુ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે