ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં આવ્યા નવા ફળ તો વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવું....

આ વીડિયો(Video) પોસ્ટ કરીને ધર્મન્દ્રએ(Dharmendra) પોતાના પ્રશંસકો સમક્ષ ખેડૂતને(Farmer) જ્યારે તેના ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે કેવા પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હોય છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.  

Updated By: Dec 1, 2019, 11:36 PM IST
ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં આવ્યા નવા ફળ તો વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવું....

નવી દિલ્હીઃ અભિનેતા ધર્મેન્દ્ર(Dharmendra) અત્યારે તેમની નિવૃત્તિનો(Retirement) સમય પોતાના ફાર્મ હાઉસમાં(Farm House) પસાર કરી રહ્યા છે. તેઓ સમયાંતરે પોતાના ફાર્મ હાઉસના વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર પોસ્ટ કરતા રહે છે. હવે તાજેતરમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ(Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખુબ જોઈ રહ્યા છે. 

ધર્મેન્દ્રએ(Dharmendra) આ વીડિયોમાં પોતાના ફાર્મ હાઉસમાં ઉગી નિકળેલા નવા ફળ બાબતે ખુશી વ્યક્ત કરી છે. ધર્મેન્દ્રએ વીડિયો સાથે લખ્યું છે કે, "કિસા કે, હીરે-જવાહરાત, ખુશી કી, ઈન્તિહા મહેસુસ કીજિઓ. રૂહ શરશાર હો જાએગી આપતી... લવ યુ ઓલ."

તમે ચાખી છે 'અમિતાભ બચ્ચન' ડિશ અને 'અનુપમ ખીર'! થાળીમાં સલમાન, શાહરૂખ પણ મળશે...

રાજનીતીની ABCની ખબર નહી પરંતુ દેશભક્તિ અમારા લોહીમાં છે: ધર્મેન્દ્ર

આ વીડિયો(Video) પોસ્ટ કરીને ધર્મન્દ્રએ પોતાના પ્રશંસકો સમક્ષ ખેડૂતને જ્યારે તેના ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે કેવા પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હોય છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રને ધરતી પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તેઓ હાલ પોતાના ફાર્મ હાઉસમાં ક્વોલિટી સમય પસાર કરી રહ્યા છે. 

Amitabh Bachchan : શું નિવૃત્ત થઈ રહ્યા છે BIG B? લખ્યું - "મગજ કંઈક વિચારી રહ્યું છે..."

જિંદગી હોય તો ધર્મેન્દ્ર જેવી, તેમનો લેટેસ્ટ વીડિયો જોઈને થશે આ લાગણી

ધર્મેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાણાના નસરાલી ગામમાં થયો હતો. તેઓ છેલ્લા 58 વર્ષથી ફિલ્મ ઇ્ન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે 1960માં ફિલ્મ 'હમ ભી તેરે દિલ ભી તેરા'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. ધર્મેન્દ્રને 1970ના દશકના મધ્યમાં દુનિયાના સૌથી હેન્ડસમ પુરુષમાં સ્થાન મળ્યું હતું. ધર્મેન્દ્રએ બે લગ્ન અનુક્રમે પ્રકાશ કૌર તેમજ હેમા માલિની સાથે કર્યા છે. સની દેઓલ અને બોબી દેઓલ બોલિવૂડમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી ચુક્યા છે. સની તો સાંસદ બનીને રાજનીતિના મેદાનમાં ઉતરી ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....