તમે ચાખી છે 'અમિતાભ બચ્ચન' ડિશ અને 'અનુપમ ખીર'! થાળીમાં સલમાન, શાહરૂખ પણ મળશે...

આ રેસ્ટોરન્ટ(Restaurant) મોટા સ્ટાર્સના નામે વ્યંજન(Dish) બનાવવા માટે જાણીતી છે, પરંતુ હવે તેણે પોતાના મેનુમાં(Menu) કેટલાક વિચિત્ર વ્યંજન પણ ઉમેર્યા છે, જે બોલિવૂડ આઈકન બચ્ચનના સુપરહિટ ગીત અને સંવાદો માટે આદરાંજલિ તરીકે છે.

તમે ચાખી છે 'અમિતાભ બચ્ચન' ડિશ અને 'અનુપમ ખીર'! થાળીમાં સલમાન, શાહરૂખ પણ મળશે...

નવી દિલ્હીઃ તમે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની(Amitabh Bachchan) ફિલ્મો તો જરૂર જોઈ હશે, પરંતુ શું ક્યારે અમિતાભ બચ્ચનના નામની ડિશ ખાધી છે ખરી? તમને સાંભળીને આશ્ચર્ય જરૂર થયું હશે. જોકે, મુંબઈમાં એક રેસ્ટોરન્ટ એવી છે જ્યાં તમને બોલિવૂડના(Bollywood) ફિલ્મસ્ટારોના(Filmstars) નામે વિવિધ ડિશ મળે છે. 

આ રેસ્ટોરન્ટ(Restorant) મોટા સ્ટાર્સના નામે વ્યંજન(Dish) બનાવવા માટે જાણીતી છે, પરંતુ હવે તેણે પોતાના મેનુમાં(Menu) કેટલાક વિચિત્ર વ્યંજન પણ ઉમેર્યા છે, જે બોલિવૂડ આઈકન બચ્ચનના સુપરહિટ ગીત અને સંવાદો માટે આદરાંજલિ તરીકે છે. 

Image result for amitabh bachchan zee news

બિગ બીએ(Big B) તાજેતરમાં જ બોલિવૂડના(Bollywood)માં 50 વર્ષ પુરા કર્યા છે અને મહાકાવ્ય યાત્રાનો ઉત્સવ મનાવવા માટે મુંબઈમાં એક લોકપ્રિય થીમ ધરાવતા રેસ્ટોબાર 'હિચકી'એ આ પ્રયોગ કર્યો છે. હવે, અહીં મહાનાયકના ડાયલોગ અને ગીતોના નામ પર વ્યંજન પિરસવામાં આવી રહ્યા છે. 

હવે તમે અહીં જ્યારે પણ જમવાનો ઓર્ડર આપશો તો તમે અન્ય વસ્તુઓની સાથે એક ડિશ મેળવશો, 'આજ મેરે પાસ પનીર હૈ તો મિર્ચ હૈ', 'યે દોસ્તી' કે પછી 'જુમ્મા ચુમ્મા દે દે'. તમે તમારા કોઈ પણ મિત્ર વર્તુળના લોકોને અમિતાભ બચ્ચન પાર્ટી આપી શકો છો. આ રેસ્ટોરન્ટ 6 ડિસેમ્બરના રોજ પોતાના આઈકોનિક એક્ટરના ગીતો વગાડીની બિગ બી નાઈટ પણ મનાવવા જઈ રહી છે. 

'ચેહરે'નો FIRST LOOK થયો રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે, 'હિચકી' રેસ્ટોરન્ટ હંમેશાં બોલિવૂડના(Bollywood) વ્યંજનના નવા નામો માટે લોકપ્રિય રહી છે. અહીં શાહરૂખ નાન, આલિયા ભટ્ટ, સલમાન ફાન, કેટ-રાહી-હાઈ સલાડ, 'કોફી વિથ ગરમ' અને 'અનુપમ ખીર' નામના વ્યંજન પણ મળે છે. (ઈનપુટ IANS)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news