'ચાસણી' તો નીકળી મધમીઠી ! કેવી છે આવતી કાલે રિલીઝ થનારી ધૂનકી ? જાણવા કરો ક્લિક

હાલમાં એકથી એક મજબૂત વાર્તા ધરાવતી ગુજરાતી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ રહી છે

'ચાસણી' તો નીકળી મધમીઠી ! કેવી છે આવતી કાલે રિલીઝ થનારી ધૂનકી ? જાણવા કરો ક્લિક

મુંબઈ : હાલમાં ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. હાલમાં એકથી એક મજબૂત વાર્તા ધરાવતી ગુજરાતી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. 26 જુલાઈ લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ ધૂનકી રિલીઝ થઈ રહી છે. પ્રતિક ગાંધી અને દિક્ષા જોષી અભિનીત આ ફિલ્મના ટ્રેલરને લોકોએ બહુ પસંદ કર્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર છે અનીશ શાહ અને પ્રોડ્યુસર છે કુલદિપ પટેલ, જય શાહ અને અનીશ શાહ. આ ફિલ્મની સ્ટોરી કુલદિપ પટેલ અને અનીશ શાહે તેમજ ગીતો નિરેન ભટ્ટે લખ્યા છે. ધૂનકીમાં સિદ્ધાર્થ ભાવસારનું સંગીત છે. 

ફિલ્મમાં પ્રતિક ગાંધી ‘નિકુંજ’ના રોલમાં અને દિક્ષા ‘શ્રેયા’ના રોલમાં છે. નિકુંજ અને શ્રેયા બંને મહત્ત્વાકાંક્ષી છે. જાતભાતની વાનગીઓ બનાવવાનો શોખીન નિકુંજ પોતાના શોખને આંત્રપ્રેનરશિપમાં કન્વર્ટ કરવાનું વિચારી રહ્યો છે જ્યારે એન્જિનિયરની ભૂમિકા ભજવી રહેલી દીક્ષા પોતાના કરિયર ગ્રોથ માટે અમદાવાદ બહાર જવા મક્કમ છે. ટિફિન બિઝનેસ માટે નિકુંજ અને શ્રેયા સાથે જોડાય છે. વ્હાઇટ કોલર જોબને નેવે મૂકીને પોતાના પેશનને ફોલો કરવાની સાથે લાઈફમાં પણ કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે તેની આસપાસ આ ફિલ્મની વાર્તા આકાર લે છે. ફિલ્મની સ્ટોરી રસપ્રદ છે.

આ સિવાય ગયા અઠવાડિયે રિલીઝ થયેલી 'ચાસણી' પણ ગુજરાતી દર્શકોના દિલ જીતવામાં સફળ સાબિત થઈ છે. આ ફિલ્મમાં વર્સેટાઈલ એક્ટર મનોજ જોષી એક નવા જ અવતારમાં દેખાઈ રહ્યા છે. તો તેમની સાથે દિવ્યાંગ ઠક્કર, માયરા દોશી, સેજલ શાહ અને ઓજસ રાવલ પણ છે. ફિલ્મના એક સોંગમાં ગરબાની થીમ છે. જેમાં ગીત પર ગરબા કરીને બંને એક્ટર્સ પોતાના લેડી લવ માટે લવ રિએક્ટ કરી રહ્યા છે. આ ગીત લોકોને બહુ પસંદ પડ્યું છે.

ફિલ્મ ચાસણી 19 જુલાઈએ રિલીઝ છે. આ ફિલ્મમાં જાણીતા ગુજરાતી એક્ટર મનોજ જોષી અને સેજલ શાહ પતિ પત્નીના રોલમાં છે. બે યાર બાદ દિવ્યાંગ ઠક્કર ફરી રસપ્રદ રોલમાં જોવા મળી રહ્યો છે. દિવ્યાંગ ઠક્કરની ઓપોઝિટ માયરા દોશી છે. આ ઉપરાંત ચાસણીમાં ઓજસ રાવ, આશિષ ભટ્ટ અને વૈદેહી ઉપાધ્યાય પણ દેખાશે. ફિલ્મને અભિન્ન અને મંથને ડિરેક્ટ કરી છે. સ્ટોરી અને સ્ક્રીન પ્લે વીર વશિષ્ઠે લખ્યા છે તો ફિલ્મના ડાઈલોગ્સ અને લિરીક્સ મંથન જોષીના છે. મ્યુઝિક પ્રશાંત સતોસેએ આપ્યું છે. આ ફિલ્મમાં પ્રેમી જોડીઓ કેન્દ્રમાં છે અને એટલે પ્રેમીઓને તો આ ચાસણી મધમીઠી લાગી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news