B'day Special : 70 વર્ષની વયે ફિટ છે હેમા માલિની, જાણો શું છે તેમનો ડાયેટ પ્લાન

બીજેપી સાંસદ અને એક્ટ્રેસ હેમા માલિની પોતાનો 70મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

B'day Special : 70 વર્ષની વયે ફિટ છે હેમા માલિની, જાણો શું છે તેમનો ડાયેટ પ્લાન

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિની 16 ઓક્ટોબરે પોતાનો 70મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તામિલનાડુના અમ્મનકુડીમાં જન્મેલી હેમાની ગણતરી બોલિવૂડની ટોચની હિરોઇન તરીકે થાય છે. તેઓ 70 વર્ષની વયે પણ એકદમ ફિટ છે. ઉત્તરપ્રદેશના મથુરાથી બીજેપીના સાંસદ હેમા એક્ટિંગ સિવાય કથ્થક અને ભરતનાટ્યમ ડાન્સમાં એક્સપર્ટ છે.

હેમા માલિનીની દિવસની શરૂઆત હુંફાળા પાણીમાં મધ અને લીંબનો રસ પીને કરે છે. તેઓ દિવસમાં બે વાર આવું પાણી પીવે છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોથી ખાંડ ખાવાનું છોડી દીધું છે. તેઓ જ્યારે પણ પ્રવાસમાં હોય છે ત્યારે હોટેલ કે ગેસ્ટ હાઉસના રસોઇયાઓને આગોતરી જાણ કરીને મીઠાઈમાં ખાંડની જગ્યાએ મધ નાખવાનો નિર્દેશ કરવામાં આવે છે. 

હેમા માલિનીએ તામિલ ફિલ્મ 'ઇધુ સાથિયમ' (1963)થી ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને પછી તેલુગુ ફિલ્મ 'પાંડવા વનવાસમ' (1965)માં પણ ડાન્સરનો રોલ કર્યો હતો. હેમા માલિનીએ 1968માં આવેલી હિન્દી ફિલ્મ 'સપનોં કા સૌદાગર'થી પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તેઓ છેલ્લે 'એક થી રાની એસી' ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પૂર્વ રાજમાતા વિજયારાજે સિંધિયાના જીવન પર આધારિત હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news