Drugs case: ફરી વધી શકે છે રિયા ચક્રવર્તીની મુશ્કેલી, NCB પહોંચી સુપ્રીમ કોર્ટ

ડ્રગ્સ કેસમાં ફરી અભિનેત્રી રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી શકે છે. તેના જામીનને એનસીબીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. 
 

Drugs case: ફરી વધી શકે છે રિયા ચક્રવર્તીની મુશ્કેલી, NCB પહોંચી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી (Riya Chakraborty) ને મળેલા જામીન વિરુદ્ધ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો  (NCB) સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ છે. એનસીબીએ બોમ્બે હાઈ કોર્ટના આદેશને પડકાર્યો છે. તેના પર ગુરૂવાર એટલે કે 18 માર્ચે સુનાવણી થશે. 

મહત્વનું છે કે એનસીબીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત બાદ ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંતે પાછલા વર્ષે 14 જૂને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ બોલીવુડમાં ડ્રગ્સના કથિત ઉપયોગને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી.

5 માર્ચે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં મુંબઈની એક વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 

ચાર્જશીટમાં એનસીબીએ કહ્યુ હતુ કે રિયા ચક્રવર્તીએ સુશાંત રાજપૂતને પોતાના ઘર પર માદક પદાર્થનું સેવન કરવાની મંજૂરી આપી અને તેને ખરીદવા માટે રૂપિયા પણ આપ્યા. આ રીતે માદક પદાર્થના ખરીદ-વેચાણમાં તેણે મદદ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news