Super 30 મહારાષ્ટ્રમાં પણ ટેક્સ ફ્રી, અત્યાર સુધી આ રાજ્યોમાં મળી છે છૂટ

મહારાષ્ટ્ર પહેલા સુપર 30 દિલ્હી, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી જાહેર કરી દેવામાં આવી છે.

Super 30 મહારાષ્ટ્રમાં પણ ટેક્સ ફ્રી, અત્યાર સુધી આ રાજ્યોમાં મળી છે છૂટ

નવી દિલ્હીઃ રિતિક રોશનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. તો લોકોના દિલમાં પણ જગ્યા બનાવી રહી છે. ફિલ્મના વિષયને જોતા રાજ્ય સરકારો પણ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા ઈચ્છે છે. ઘણા રાજ્યોમાં સુપર 30 ટેક્સ ફ્રી થઈ ગઈ છે અને હવે મહારાષ્ટ્ર સરકારે પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. 

ફિલ્મ ક્રિટિક કોમલ નાહટાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર પહેલા સુપર 30 દિલ્હી, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી જાહેર કરી દેવામાં આવી છે. વિકાસ બહાલ દિગ્દર્શિત સુપર 30મા રિતિક રોષને પટનાના ગણિત શિક્ષક આનંદ કુમારનો રોલ નિભાવ્યો, જેણે ગરીબ બાળકોને આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પ્રવેશની તૈયારી માટે ફ્રીમાં કોચિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને દર્શકો અને સમીક્ષકોએ પસંદ કરી અને ફિલ્મમાં રિતિકના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે આટલા રાજ્યોમાં ટેક્સ ફ્રી હોવાથી વધુમાં વધુ દર્શક ફિલ્મને જોઈ શકશે. 

— Komal Nahta (@KomalNahta) July 30, 2019

સુપર 30, 12 જુલાઈએ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, નંદીશ સંધૂ અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા માટે રિતિકે ઘણી મહેનત કરી છે. તેણે બિહારી બોલી શીખી, જેથી કેરેક્ટરમાં પોતાને ઢાળી શકે. સુપર 30 અત્યાર સુધી 127.32 કરોડની કમાણી કરી ચુક્યું છે. ત્રીજા સપ્તાહમાં આશા છે કે ફિલ્મ 130 કરોડને પાર પહોંચી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news