હુમા કુરેશીએ પૂછ્યો સવાલ- કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે?, લોકોએ આપ્યો આવો જવાબ

બોલીવુડની અભિનેત્રી હુમા કુરેશી હાલમાં વિદેશમાં પોતાની હોલીવુડ ફિલ્મનું શૂટિંગમાં વ્યસ્ત છે. સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાઇ ગયું છે. તો લોકો પોતાની ખુશી અને વિરોધ બંને સોશિય મીડિયા પર વ્યક્ત કરી રહ્યાં છે

હુમા કુરેશીએ પૂછ્યો સવાલ- કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે?, લોકોએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હી: બોલીવુડની અભિનેત્રી હુમા કુરેશી હાલમાં વિદેશમાં પોતાની હોલીવુડ ફિલ્મનું શૂટિંગમાં વ્યસ્ત છે. સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાઇ ગયું છે. તો લોકો પોતાની ખુશી અને વિરોધ બંને સોશિય મીડિયા પર વ્યક્ત કરી રહ્યાં છે. તો બીજી તરફ હુમા વિદેશમાં હોવાથી તે સમાચાર દ્વારા અહીં વિશે જાણવા મળી રહ્યું છે. જેને લઇને હુમાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા પૂછ્યું કે, કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે, તેને કોઇ આ વિશે જણાવશે, કેમકે તેમનો પરિવાર ત્યાં રહે છે અને તેમની સાથે વાત થઇ શક્તી નથી. જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન સમયમાં મોબાઇલ-ઇન્ટરનેટ જેવી તમામ સેવાઓ ઠપ્પ કરવામાં આવી છે.

હુમાએ પોતાની પોસ્ટમાં પૂછ્યું કે, કાશ્મીરમાં કેવા સંજોગો છે અને ત્યાંના લોકો માટે તે ચિંતિત છે. તે પાર્થના કરી રહી છે કે, બધુ જ યોગ્ય હોય.

— आशुतोष (@aka_saurabh) August 5, 2019

હુમાની પોસ્ટનો જવાબ આપતા એક યૂઝરે લખ્યું કે મેડમ, તમે પરેશાન થશો નહીં. કોઇ લાઉડસ્પીકર લઇને લોકોને સ્થળ છોડવાનું કહેવામાં આવતું નથી. આપણી સરકાર પર વિશ્વાસ રાખો, ટૂંક સમયમાં બધું જ સામાન્ય થઇ જશે. એક યૂઝરે કહ્યું કે, ભારતીય સેના કાશ્મીરમાં હાજર છે. હુર્રિયત નથી તો તમે નિશ્ચિંત થઇ શકો છો.

— Sophie C (@Sophie_Choudry) August 5, 2019

જણાવી દઇએ કે, હુમા ઉપરાંત અભિનેત્રી સોફી ચૌધરીની ટ્વિટ પોસ્ટ પર પણ લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સોફીએ કાશ્મીરમાં શાંતિ અને ત્યાંના લોકોની સુરક્ષા માટે ટ્વિટ કર્યું હતું. જને લઇને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સોફીએ ટ્રોલનો જવાબ આપતા કહ્યું કે, લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરીને કોઇ કેવી રીતે એન્ટ્રી નેશનલ બની શકે છે. ભગવાન તમારા જેવા લોકોને સદબુદ્ધિ આપે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news