Irrfan Khan: એક એવા દિગ્ગજ અભિનેતા જે હંમેશા લોકોના દિલોમાં જીવંત રહેશે

Irrfan Khan Death Anniversary: આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની ત્રીજી ડેથ એનિવર્સરી છે. ઇરફાને માત્ર 54 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી, પરંતુ તેના કિરદાર આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. દરેક પાત્ર સાથે પોતાની અલગ છાપ છોડનાર ઈરફાન ખાન હંમેશા લોકોને યાદ રહેશે.

Irrfan Khan: એક એવા દિગ્ગજ અભિનેતા જે હંમેશા લોકોના દિલોમાં જીવંત રહેશે

Irrfan Khan Third Death Anniversary: ત્રણ વર્ષ પહેલા આજની તારીખ એટલે કે વર્ષ 2020 અને 29 એપ્રિલનો દિવસ. બોલિવૂડની એ આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ, જે જુબાનથી પણ વધુ ઘણું બધું કહી દેતી હતી. બી-ટાઉનના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાને આપણને બધાને છોડીને આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમને ન્યુરો-એન્ડોક્રાઈન ટ્યુમર હતું. ઈરફાન ભલે આજે ન હોય, પરંતુ તેના પાત્રો હંમેશા આપણા દિલમાં જીવંત રહેશે.

ડ્રામાથી કરી હતી શરૂઆત
ઈરફાને પોતાના કરિયરની શરૂઆત ડ્રામાથી કરી હતી. આ પછી તેણે ઘરે ખોટું બોલીને NSDમાં એડમિશન લીધું. શરૂઆતમાં, કોઈએ વિચાર્યું ન હતું કે ઈરફાન ક્યારેય એક્ટર બનશે, પરંતુ જ્યારે લોકોએ તેની એક્ટિંગ પર ધ્યાન આપ્યું તો બધા તેના પ્રશંસક બની ગયા.

No description available.

30 વર્ષની ફિલ્મ કારકિર્દી
ઈરફાનના ફિલ્મી કરિયરની સફર 30 વર્ષની છે. આ 30 વર્ષમાં તેણે 69 ફિલ્મો કરી. આમાંથી કેટલીક ફિલ્મો બોલીવુડ સહિત હોલીવુડની છે. તેમનું કામ હંમેશા પસંદ કરવામાં આવ્યું હતું અને આ માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઈરફાન ખાનના 10 શાનદાર કિરદાર
જો કે ઈરફાન ખાનના કરિયરના તમામ પાત્રો શાનદાર હતા, પરંતુ તેમના કેટલાક પાત્રોએ એવી છાપ છોડી છે, જેને કોઈ ભૂલી શકશે નહીં. 
- મકબૂલ - આ ફિલ્મ શેક્સપિયરના પ્રખ્યાત નાટક મેકબેથ પર આધારિત હતી.
- ધ લંચ બોક્સ - આ ફિલ્મને ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.
- પાન સિંહ તોમર - એક કઠોર ડાકુની ભૂમિકા ભજવીને ઈરફાને તેના ચાહકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું.
- હાસિલ- આ ફિલ્મમાં ઈરફાનના નેગેટિવ રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
- ધ નેમસેક - આ ફિલ્મ ઝુમ્પા લાહિરીની ફેમસ નોવેલ 'ધ નેમસેક' પર આધારિત હતી, જેણે ઈરફાનને ઈન્ટરનેશનલ લેવલ પર ઓળખ અપાવી હતી.
- લાઈફ ઓફ પાઈ - આ હોલીવુડ ફિલ્મમાં ઈરફાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.
- હિન્દી મીડિયમ - આ ફિલ્મમાં ઈરફાનનું પાત્ર દરેક પેઢીના દર્શકોને પસંદ આવ્યું હતું.
- તલવાર - આ એક ડબલ મર્ડર ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે.
- અંગ્રેઝી મીડિયમ - ઈરફાન ખાનના કરિયરની આ છેલ્લી ફિલ્મ હતી, જે 2017માં રિલીઝ થઈ હતી.
-પીકુ- ડિરેક્ટર શુજીત સિરકાર નિર્મિત ફિલ્મ પીકુ, ઇરફાન ખાનની અન્ય એક માસ્ટરપીસ કામગીરનું ઉદાહરણ છે. 

No description available.

આ પણ વાંચો:
Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ
રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે, આકસ્મિક ધનલાભના યોગ

અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news