સલમાનના ઘરેથી પાછા ફરતી વખતે જેક્લીનની કારને નડ્યો અકસ્માત

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ગુરુવારે સલમાન ખાનના ઘરે થયેલી પાર્ટીમાં સામેલ થઈ હતી.

સલમાનના ઘરેથી પાછા ફરતી વખતે જેક્લીનની કારને નડ્યો અકસ્માત

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ગુરુવારે સલમાન ખાનના ઘરે થયેલી પાર્ટીમાં સામેલ થઈ હતી. સલમાન ખાને આ પાર્ટી પોતાની ફિલ્મ રેસ 3ની ટીમ માટે રાખી હતી. જેકલીન પર આ પાર્ટીમાં સામેલ થઈ હતી. પરંતુ મોડી રાતે જ્યારે તે પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની કારને અકસ્માત નડ્યો. રિપોર્ટ મુજબ જેકલીનની કાર સાથે એક ઓટોરિક્ષા ટકરાઈ. જો કે આ અકસ્માતમાં કોઈ નુકસાન થયું નથી.

અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ અકસ્માત ગુરુવારે મોડી રાતે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટથી પાછા ફરતી વખતે થયો. અકસ્માત બાન્દ્રાના કાર્ટર રોડ પર થયો. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે. પરંતુ જેકલીનની કારની હેડલાઈટ ડેમેજ થઈ. ડીએનએના અહેવાલ મુજબ ઓટોરિક્ષા, જેક્લીનની કારનો પીછો કરી રહી હતી અને અચાનક ગાડી નજીક આવવાના કારણે રિક્ષાએ કાબુ ગુમાવ્યો. જેના કારણે રિક્ષા જેકલીનની કાર સાથે ટકરાઈ.

જેકલીન હાલ તેની ફિલ્મ રેસ 3ને લઈને ખુબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં જેક્લીન સાથે સલમાન ખાન, બોબી દેઓલ, ડેઝી શાહ, સાકિબ સલીમ અને અનિલ કપૂર લીડ રોલમાં છે. હાલમાં જ ફિલ્મના એક ગીતના શુટિંગ માટે સલમાન ખાન, જેકલીન, બોબી અને રેમો ડીસૂઝા જોધપુર રવાના થયા હતાં. નોંધનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર 15મી મેના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ઈદના તહેવાર પર રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news