કર્ણાટક વિધાનસભા ચૂંટણી કેમ છે ખાસ? જાણો 10 મહત્વના મુદ્દા
કર્ણાટકમાં સત્તા માટે આજ સવારથી જ ખરાખરીનો જંગ શરૂ થયો છે. 222 બેઠકો માટે ભારે ઉત્તજેના વચ્ચે મતદાન થઇ રહ્યું છે. જોકે કારણોસર બે બેઠકોનું આજે મતદાન મુલત્વી રહ્યું છે.
Trending Photos
બેંગલુરૂ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે. સવારથી સઘ પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં સત્તારૂઠ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. જેમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાની પાર્ટી પણ મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. કર્ણાટકમાં સવારથી જ 222 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ભાજપના ઉમેદવારનું બી એન વિજયકુમારનું નિધન થતાં જયનગરાનું મતદાન મુલત્વી રખાયું છે. જ્યારે ખોટા વોટર આઇડીનો જથ્થો મળી આવવાના પ્રકરણને લીધે રાજરાજેશ્વરી બેઠક પર આજે મતદાન મુલત્વી રખાયું છે. આગામી 28મી તારીખે રાજેશ્વરી બેઠક માટે મતદાન કરાશે. કોંગ્રેસ ભાજપ માટે ખરાખરીનો જંગ મનાતી આ ચૂંટણી ઘણી બાબતોને લઇને ચર્ચામાં છે ત્યારે આ ચૂંટણીના મહત્વના 10 મુદ્દા તમારે પણ જાણવા જરૂરી છે.
-કર્ણાટકમાં 2018ની મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5 કરોડ 6 લાખ 90 હજારથી વધુ મતદાતાઓ છે. જેમાં 2 કરોડ 56 લાખ 75 હજારથી વધુ પુરૂષ અને 2 કરોડ 50 લાખ 9 હજાર જેટલા મહિલા મતદાર છે. જ્યારે રાજ્યમાં 5 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાતાઓ છે.
-વિધાનસભા ચૂંટણી માટે 200 મહિલાઓ સહિત કુલ 2600 જેટલા ઉમેદવારો વચ્ચે મેદાને જંગ ખેલાયો છે.
-સમગ્ર રાજ્યમાં 58 હજારથી વધુ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. જેમાંથી 12002 મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે. જેની સુરક્ષા માટે સાડા ત્રણ લાખથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
-રાજ્યમાં ટ્રાઇબલ વિસ્તારના મતદાન કેન્દ્રોને એ વિસ્તારની થીમ પર સજાવવામાં આવ્યા છે. આવું પહેલીવાર કરાયું છે. દિવ્યાંગ કર્મચારીઓને પહેલી વખત મતદાન કેન્દ્રોએ ડ્યૂટી સોંપવામાં આવી છે.
-પહેલી વખત ચૂંટણી પંચ દ્વારા પોલિંગ સ્ટેશન પર કેટલી લાંબી લાઇન છે એ આ વખતે મોબાઇલ એપ દ્વારા જાણી શકાશે.
-જનતા દળના રામકૃષ્ણ હેગડે બે વખત સતત મુખ્યમંત્રી રહ્યા હતા. એમના પછી એટલે કે 1985 બાદ અત્યાર સુધી કોઇ પણ પાર્ટી સતત બીજી વખત સત્તામાં આવી નથી.
-મુખ્યમંત્રી સિધ્ધારમૈયા બે બેઠકો બાદામી અને ચામુડેશ્વરીથી ચૂંટણી લડી રહ્યા છે. તો જેડીએસ કુમારસ્વામી ચેનાપટના અને રામાનગરાથી ચૂંટણી લડી રહ્યા છે.
-ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર બીએસ યેદિયુરપ્પા શિકારીપુરાથી અને જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપાએ મિશન 150નો નારો આપ્યો છે તો કોંગ્રેસ માટે મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ કહ્યું કે આ વખતે તેઓ ઇતિહાસ રચવાના છે અને સતત બીજી વખત જીત પ્રાપ્ત કરશે.
-મતદાન માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે. જ્યારે મત ગણતરી આગામી 15મી મેના રોજ મંગળવારે સવારથી શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે