14 વર્ષની ઉંમરે ઘરે છોડવાથી લઈ સૂરોના સરતાજ બનવા સુધી, રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી

Kailash Kher Birthday: સંગીતની દુનિયાના દિગ્ગજ કલાકારોમાં કૈલાશ ખેરનું પણ નામ આવે છે. સૂરોના સરતાજ બની લોકોની દિલ પર રાજ કરનાલ કૈલાશ ખેર આજે 49 વર્ષના થયા છે. ત્યારે તેમના જીનની સંઘર્ષ ગાથા પણ ખુબ જ રોચક છે.

14 વર્ષની ઉંમરે ઘરે છોડવાથી લઈ સૂરોના સરતાજ બનવા સુધી, રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી

નવી દિલ્હી: સુફિયાના સ્ટાઈલથી લોકોના દિલ પર રાજ કરનાર કૈલાશ ખેર સંગીતની દુનિયામાં ખુબ જ મોટું નામ ધરાવે છે. કૈલાશ ખેર આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. 14 વર્ષની ઉંમરે ઘરે છોડવાથી લઈને સ્યુસાઈડ કરવાના પ્રયાસ સુધી ખુબ જ રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી.

150 રૂપિયાથી કરી હતી શરૂઆત
7 જુલાઈ 1973ના પૂજારી મેહરસિંહ પંડિતના ઘરે મેરઠમાં કૈલાશ ખેરનો જન્મ થયો હતો. કૈલાશ ખેરને નાનપણથી જ ગાવાનો ખુબ જ શોખ હતો. પિતા પૂજારી હોવાથી ઘર થતા કાર્યક્રમોમાં લોકગીતો ગાતા હતા. પરંતુ સંગીતની દુનિયામાં મોટું નામ કરવા માત્ર 14 વર્ષની ઉંમરે જ કૈલાશ ખેરે ઘર છોડ્યું હતું. ત્યારે પોતાનું ગુજરાન ચલાવવા વિદેશ વિદ્યાર્થીઓને મ્યુઝિક ટ્યુશન આપી 150 રૂપિયા કમાતા હતા.

કૈલાશ ખેરને આવ્યો હતો આપઘાતનો વિચાર
વર્ષ 1999માં કૈલાશે ખેરે મિત્ર સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ ધંધામાં નુકસાન જતા કૈલાશ ખેર ડિપ્રેશનમાં જતા હતા હતા. તે સમયે તેમને આપઘાત કરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ તે બાદ કામની શોધમાં સિંગાપોર અને થાઈલેન્ડમાં ગયા હતા. જે 6 વર્ષનો સમય કૈલાશ ખેરે વિતાવ્યો હતો.

પહેલા ગીત માટે મળ્યા હતા આટલા રૂપિયા
વર્ષ 2001માં મુંબઈ આવી કૈલાશ ખેરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેમણે અનેક જિંગલ ગાઈ હતી. અને તેના માટે તેને 5 હજાર રૂપિયા મહેનતાણું મળ્યું હતું. આ સમયગાળામાં કૈલાશ ખેરે કોલા, સિટીબેંક, પેપ્સી, IPL અને હોંડા મોટરસાઈકલ માટે અવાજ  આપ્યો હતો.

અનોખા 'અંદાજ'થી બનાવી ઓળખ
વર્ષ 2003માં કૈલાશ ખેરને પહેલી બોલીવુડ ફિલ્મ અંદાજમાં ગીત ગાવાનો મોકો મળ્યો. જેમાં રબ્બા ઈશ્ક ના હોવે સુરહીટ ગીતથી કૈલાશ ખેરે શ્રોતાઓના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. ત્યાર બાદ તો ફિલ્મ વૈસા ભી હોતા હૈમાં અલ્લા કે બંદે હમ ગીત ગાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ લોકપ્રિય બન્યું છે. સૂરીલા અવાજ માટે કૈલાશ ખેરને પદ્મશ્રીનો સન્માન પણ મળ્યું છે.

કૈલાશ ખેરની હાલ કેટલી કમાણી છે
સૂરીલા અવાજથી આજે કૈલાશ ખેરે સંગીતની દુનિયામાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. જેનાથી એક અનુમાન મુજબ કૈલાશ ખેરની નેટવર્થ 35 મિલિયન ડોલર છે. એટલું જ નહીં પણ તેમની કમાણી 2થી 5 મિલિયન ડોલર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news