VIDEO: મદમસ્ત આલમમાં કંગનાએ ભાઈની સગાઈમાં કર્યો ડાન્સ

બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) ના ભાઈ અક્ષત રનૌત (Aksht Ranaut)ની સગાઈ હરિયાણાની યુવતી ઋતુ સાંગવાન (Ritu Sangwan) સાથે થઈ. હવે આ રિંગ સેરેમનીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે. તો હવે રિંગ સેરેમનીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કંગના અને તેની બહેન રંગોલી ડાન્સ કરતી નજર આવી રહી છે. શુક્રવારે રંગોલી એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પરિવારના તમામ સદસ્યો પહાડી ગીત પર ડાન્સ કરતા નજર આવે છે.
VIDEO: મદમસ્ત આલમમાં કંગનાએ ભાઈની સગાઈમાં કર્યો ડાન્સ

નવી દિલ્હી :બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) ના ભાઈ અક્ષત રનૌત (Aksht Ranaut)ની સગાઈ હરિયાણાની યુવતી ઋતુ સાંગવાન (Ritu Sangwan) સાથે થઈ. હવે આ રિંગ સેરેમનીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે. તો હવે રિંગ સેરેમનીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કંગના અને તેની બહેન રંગોલી ડાન્સ કરતી નજર આવી રહી છે. શુક્રવારે રંગોલી એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પરિવારના તમામ સદસ્યો પહાડી ગીત પર ડાન્સ કરતા નજર આવે છે.

Kangana Ranaut brother engagement

વીડિયોમાં રંગોલીએ સલવાર સૂટ પહેર્યા છે તેવું દેખાય છે. તો કંગનાએ ગોલ્ડન કલરન બનારસી સાડી પહેરી છે. વીડિયોમાં કંગના તેના પરિવાર સાથે મદમસ્ત આલમમાં ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ જ પોપપ્યુલર બન્યો છે. જુઓ કંગના તેના ભાઈના સગાઈમાં કેવી રીતે ડાન્સ કરી રહી છે...

— Rangoli Chandel (@Rangoli_A) November 8, 2019

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલ તેની આગામી ફિલ્મ થલાઈવીની તૈયારીમાં વ્યસ્ત છે. તેની આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા પર આધારિત છે. તમિલમાં થલાઈવી અને હિન્દીમાં જયા નામથી આ ફિલ્મ રિલીઝ થવાની છે. જેને સાઉથના પોપ્યુલર ડિરેક્ટર એએલ વિજય દ્વારા ડિરેક્ટર કરાઈ છે. બાહુબલી અને મર્ણકર્ણિકા ફેમ લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખાઈ છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news