Kangana Ranaut ભજવશે Indira Gandhi ની ભૂમિકા, રોલ અંગે જણાવી આ ખાસ વાત
રાજકીય પૃષ્ઠભૂમિ પર બનતી એક આગામી ફિલ્મમાં કંગના રનૌત (Kangana Ranaut) પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની (Indira Gandhi) ભૂમિકા ભજવતા જોવા મળશે. કંગનાએ ફિલ્મની બાયોપિક ન હોવાની પુષ્ટિ કરી છે
Trending Photos
મુંબઇ: રાજકીય પૃષ્ઠભૂમિ પર બનતી એક આગામી ફિલ્મમાં કંગના રનૌત (Kangana Ranaut) પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની (Indira Gandhi) ભૂમિકા ભજવતા જોવા મળશે. કંગનાએ ફિલ્મની બાયોપિક ન હોવાની પુષ્ટિ કરી છે અને આ પણ જણાવ્યું છે કે, ઘણી હસ્તીઓ આ આગામી પરિજનોનો ભાગ હશે.
કંગનાએ ઇશ્યૂ કર્યું નિવેદન
કંગનાએ (Kangana Ranaut) કહ્યું છે કે, હા અમે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ તેના અંતિમ તબક્કામાં છે. આ ઇન્દિરા ગાંધીની (Indira Gandhi) બાયોપિક નથી. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત એક ભવ્ય ફિલ્મ છે. આ પોલિટિકલ ડ્રામાથી અત્યારની પેઢીને વર્તમાન ભારતના સામાજિક-રાજનીતિ પરિદ્રશ્યને સમજવામાં મદદ મળશે.
આ પણ વાંચો:- શું સાસુની જેમ ઐશ્વર્યાને નણંદ સાથે પણ થયો ડખો? આ રીતે બહાર આવ્યો બચ્ચન પરિવારની નણંદ-ભાભીનો વિવાદ
કંગનાને છે ઇન્તજાર
તેણે વધુમાં કહ્યું, ધણી હસ્તીઓ આ ફિલ્મનો ભાગ હશે અને ભારતીય રાજકારણના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત નેતાના રોલને નિભાવવા માટે ઉત્સુકતાપૂર્વકથી ઇન્તેજાર કરી રહી છે.
This is a photoshoot about iconic women I did in the beginning of my career, little did I know one day I will get to play the iconic leader on screen. https://t.co/ankkaNevH2
— Kangana Ranaut (@KanganaTeam) January 29, 2021
આ પણ વાંચો:- ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા અરવિંદ જોશીનું નિધન
એક પુસ્તક પર આધારિત છે ફિલ્મ
કંગનાએ (Kangana Ranaut) આ પણ કહ્યું કે ફિલ્મ એક પુસ્તક પર આધારીત છે, જો કે, આ કઈ પુસ્તક છે તેનો ઉલ્લેખ તેણે કર્યો નથી. કંગના ફિલ્મને પ્રોડ્યૂસ કરશે અને સાંઇ કબીર તેના વાર્તાકાર અને પટકથાકાર હશે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ તેઓ કરશે.
આ ફિલ્મ છે રિલીઝ માટે તૈયાર
કંગનાની (Kangana Ranaut) આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો 'થલાઈવી' રિલીઝ માટે તૈયાર છે. આ સાથે કંગના 'તેજસ' અને 'ધાકડ'માં જોવા મળશે. તાજેતરમાં જ તેણે 'મણિકર્ણિકા રીટર્ન' માટેની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે