Taimur મામલે પિતા Saif Ali Khanનો મોટો નિર્ણય, મમ્મી કરીનાનું પણ કંઈ નહીં ચાલે
બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન (Saif Ali Khan)એ પોતાના દીકરા તૈમુર અલી ખાન (Taimur Ali Khan) વિશે એક મોટું નિવેદન આપ્યું છે
Trending Photos
મુંબઈ : સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નો દીકરો તૈમુર અલી ખાન (Taimur Ali Khan) આખા દેશની જાન છે. તૈમુરની તસવીરો તરત જ વાયરલ થઈ જાય છે કારણ કે બધાને તેના પર બહુ પ્રેમ છે. જોકે થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સૈફ અને કરીના દીકરા તૈમુરને બહુ જલ્દી ભણવા માટે લંડનની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાના છે.
પટૌડી પરિવારના બાળકો પેઢીઓ લંડનની બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા છે. તૈમુર પહેલાં સૈફની દીકરી સારા અને દીકરો ઇબ્રાહિમ તેમજ સૈફ પોતે અને તેના પિતા ટાઇગર પટૌડી પણ લંડનની બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા છે. આ સંજોગોમાં પણ તૈમુરને ભણવા માટે ત્યાં મોકલવામાં આવે એવી પુરેપુરી શક્યતા હતા. જોકે હવે આ મામલે મોટો નિર્ણય લેવાયો છે અને સૈફ અલી ખાને મોટું નિવેદન આપ્યું છે.
સૈફ અલી ખાને સ્પોર્ટબોય સાથે વાત કરતી વખતે સ્પષ્ટતા કરી છે તૈમુરને બોર્ડિંગ મોકલવાનો કોઈ નિર્ણય નથી લેવાયો. તૈમુર 10મા ધોરણ સુધી તો ભારતમાં જ રહેશે અને સારાની જેમ જ સ્કૂલ જશે. સૈફના આ નિવેદન પછી તૈમુરનો ચાહકવર્ગ ખુશ થઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે